વસંતપૂરના બુઝુર્ગે બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત

  • October 17, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક બુઝુર્ગે કે પોતાની બીમારી થી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.


આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વસંતપુર ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા છગનભાઈ કચરાભાઈ કણસાગરા નામના ૬૫ વર્ષના પટેલ બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલું અટૂલું જીવન ગુજારતા હતા, અને ડાયાબિટીસ ની બીમારી થી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ગોવિંદભાઈ કચરાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application