રાજકોટનો વિકાસ જેટ ગતિએ વધી રહ્યો છે. ઔદ્યોગિક એકમોની સાથે સાથે કોર્પોરેટ કંપ્નીઓ માટે પણ રાજકોટએ રેડ કાર્પેટ પાથરી છે. આજે રાજકોટમાં વિશ્વભરની ટોચ કંપ્નીઓનું આગમન થયું છે.
છેલ્લા કેટલાક સમયથી રાજકોટનો ચારેય દિશાઓમાં જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. આ રાજકોટની આધુનિક આવૃત્તિ છે, જેના તરફ દાયકાઓથી સૌરાષ્ટ્રની પ્રજા આકષર્તિી આવી છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતું રાજકોટ હવે વિશ્વ ફલક અલાયદી ઓળખ સાથે ઉભરી આવ્યું છે. હવે રાજકોટ દેશના નકશા પર વિવિધ મેટ્રો સિટીને સમાંતર પ્રગતિકારક અભિગમથી ચાલે છે. કારણ કે રાજકોટ અને રાજકોટમાં વિકસતી વિવિધ બજારો દુનિયાભરની ઉત્પાદક કંપ્નીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર છે. અગાઉ જેમ દેશની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપ્નીઓ અમદાવાદની જેમ હવે કોર્પોરેટ સેક્ટરની સંખ્યાબંધ કંપ્નીઓ રાજકોટમાં પોતાની એક ઓફિસ કે એક શાખા ધરાવે છે.
લગભગ દર મહિને એક નવો બ્રાન્ડેડ શો-રૂમ શરૂ થાય છે. મોટાભાગની કંપ્નીઓ અત્યારે પહેલા તબક્કામાં ભાડાની ઓફિસ કે ભાડાના શો-રૂમ ખરીદે છે, એને કારણે માર્કેટમાં રેન્ટલ ક્ધસલ્ટન્ટની એક નવી જ વ્યાવસાયિક શ્રેણી કામ કરતી જોવા મળે છે, જે વિશ્વસનીય રીતે ઓફિસ કે શો-રૂમના માલિકો અને આગંતુક કંપ્નીઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા નિભાવે છે. રાજકોટમાં આર.કે ગ્રુપ તેમજ અનેક બિલ્ડરો અને ડેવલપર્સ જેમને ઓફિસ કે શો-રૂમ વેચાણથી આપે છે તેમને તેમની જ એ મિલકતો ભાડે આપવા માટે વધારાની સેવા પણ આપે છે.
વળી, આ ડેવલપર્સ ક્યારેક સારા રેન્ટલ ક્ધસલ્ટન્ટો અને ખરીદાર કંપ્નીઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ગોઠવી આપે છે અને એ રીતે મધ્યમ કે લાંબા ગાળા માટે સંપત્તિના માલિકને આવક શરૂ થાય છે. જાણીતી વાત છે કે રાજકોટમાં રિયલ એસ્ટેટની માર્કેટ રાજ્યના અમદાવાદ, વડોદરા સહિતના બજારોની તુલનામાં ઘણી એડવાન્સ છે. આજકાલ રેન્ટ પર આવી ઓફિસ લેવા માટે ઉત્સુક અનેક કંપ્નીઓ બજારમાં જોવા મળે છે. દેશની વિવિધ કંપ્નીઓ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ( આઈટી ) સેક્ટરની કંપ્નીઓ, મ્યુચ્યુઅલ ફંડ તથા વિવિધ ખાનગી નાણાંકીય સંસ્થાઓ અને ખાનગી સેક્ટરની બેન્કો તથા દેશના અનેક ઉત્પાદકો રાજકોટમાં પોતાની ઓફિસ ગોઠવી રહ્યા છે.
દક્ષિણ ભારતની અનેક ફાઈનાન્સ કંપ્નીઓ પણ રાજકોટ આવી રહી છે. બીજી રીતે જુઓ તો મોટાભાગની કંપ્નીઓ પ્રારંભે પોતાની ઓફિસ કે શો-રૂમ માટે પ્રતિષ્ઠિત કોર્પોરેટ હાઉસમાં યોગ્ય જગ્યા શોધી રહી છે. રાજકોટના જે ડેવલપરે પોતાના કોર્પોરેટ હાઉસના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તા જાળવી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કર્યું છે એ તરફનો પ્રવાહ વધુ પ્રબળ છે. શહેરની મુખ્ય ધોરી નસ સમાન બની ગયેલા 150 ફૂટ રિંગ રોડ પર આર. કે. વર્લ્ડ ટાવર અને આર. કે. આઇકોનિક કોર્પોરેટ હાઉસમાં રેન્ટલ જરૂરિયાતો માટે ખૂબ જ ઇન્કવાયરી છેલ્લા મહિનામાં જનરેટ થયેલી છે. એ જ રીતે શહેરના અન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને કોર્પોરેટ હાઉસમાં પણ પૂછપરછનો લાંબો દૌર ચાલે છે.
રાજકોટ પાસે રોકાણકારોનો ઘણો મોટો સમુદાય છે. રિયલ એસ્ટેટમાં અને સોના ચાંદીમાં પણ રાજકોટનું રોકાણ ઘણું મોટું છે. એ જ રીતે રાજકોટમાં શેર બજારમાં રોકાણ કરનારો વર્ગ પણ બહુ મોટો છે. દેશની જ નહીં પરંતુ અનેક મલ્ટીનેશનલ કંપ્નીઓ પણ હવે રાજકોટમાં પોતાની શાખા ધરાવતી થઈ છે અને હજુ વધુ કંપ્નીઓ ઝડપથી આવી રહી છે. આને કારણે રેન્ટલ સલાહકારો વ્યસ્ત થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech