ગાંધીગ્રામ પોલીસ મથકે અરજી કરવા ગયેલા મહિલાના બંધ મકાનમાંથી રૂા. ૧.૮૦ લાખની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી ચોરી કરનાર બે તસ્કરોને ઝડપી લીધા હતા.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ઘંટેશ્વર ૨૫ વારિયામાં રહેતા સુમિત્રાબા દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.૪૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા. ૧૪ માર્ચનાં રોજ પાડોશમાં રહેતા સંજય સોલંકી સાથે મારામારીનો બનાવ બનતાં મકાનને તાળુ મારી પરિવારજનો સાથે સિવિલ આવ્યા હતાં.સારવાર પૂર્ણ થયા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકે અરજી આપવા ગયા હતા.જ્યાંથી સાંજે ઘરે પહોંચ્યા હતાં. અહીં આવી જોતા મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો.સામાન વેરવીખેર પડયો હતો કબાટનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. તિજોરીમાંથી સોનાની કાનસર, સોનાનો દાણો, ચાંદીના સાંકળા, ચાંદીનો ઝૂડો, ચાંદીની લક્કી, સોનાની વીંટી, સોનાની બુટી સહિતના દાગીના ગાયબ હતા.મંદિરમાંથી રૂા.૨૨૦૦નું ચિલ્લર મળી કુલ રૂા. ૧.૮૦ લાખની મત્તાની ચોરી થઈ ગઈ હતી. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવી હતી.
બનાવને લઇ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.જાડેજા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ. મશરીભાઈ ભેટારીયા,રવિભાઈ ગઢવી,મુકેશભાઈ સબાડ,સહદેવસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ પ્રદિપભાઈ ડાંગરે સીસીટીવી કેમેરા જોઈ અને બાતમીદારોને કામે લગાડી આ ચોરીનો ભેદ ઉકેલી લઈ બે આરોપી ભરત મનજી સોલંકી (ઉ.વ.૪૫) અને મહંમદ ઉર્ફે લાલો સતાર ચૌહાણ (ઉ.વ.૨૫) (રહે. બંને ઘટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર)ને ઝડપી લીધા હતા.
પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ.૧.૮૦ લાખનો મુદ્દામાલ અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ પકડ, ડિસમીશ અને હથોડી કબજે કર્યા હતા.આરોપી ભરત ૨૦૧૯ની સાલમાં મહિલા પોલીસમાં પોકસો અને દૂષ્કર્મના કેસમાં પકડાઈ ચુકયો છે. જયારે અન્ય આરોપી મહંમદ મારામારી, દારૂ સહિતના ૮ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech