રાજકોટ કોટડાસાંગાણીના નારણકા ચોકડી પાસેથી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે ગુનાનો ભેદ સરલ એલસીબીની ટીમે ઉકેલી નાખી મૂળ યુપીના વતની અને હાલ ગુંદાસરા રહેતા કંપતીની ધરપકડ કરી હતી. મૃતકને યુવાનની પત્ની સાથે આડા સંબંધ હોય જે બાબતે સમજાવવા છતા પીછો છોડતો ન હતો. બાદમાં પ્રેમિકાએ જ તેને મળવા માટે બોલાવ્યા બાદ દંપતીએ મળી યુવાનની હત્યા કરી નાખી હતી. ગઈ તા.૯ ના નારણકા ચોકડીએથી નારણકા ગામ તરફ જતા
રોડ પર ફોરેસ્ટની વીડીમાં રોડની સાઇડમાં અજાણ્યા શખસને ગળાનાભાગે તિક્ષ્ણ હથિયારના જીવલેણ ધા મારી મૃતકના હાથ તથા પગ દોરીથી બાંધી નારણકા ગામની ફોરેસ્ટની વીડીમા રોડને કાંઠે કોઈ પણ રીતે લાવી નાખી જઈ હત્યા કરી નાખી હતી. જે અંગે નારણકા ગામના સરપંચ જીવણભાઈ મંગાભાઈ વાળા (ઉ.વ.૪૫) ની ફરીયાદ પરથી અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ કોટડાસાંગાણી પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા તુરંત આરોપીઓને પકડવાની અપાયેલી સૂચનાથી ડીવાયએસપી વિજય વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, કે. એમ. ચાવડા, આર.વી.ભીમાણી અને પી.એન.ભરવાડ સહિતની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ, હયુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો,દરમિયાન સ્થાનિક જગ્યાની આજુબાજુની જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જેમાં નારણકા ગોમની ચોકડીએ લાગેલ સી.સી.ટી.વી ફુટેજમા એક શંકાસ્પષ્ટ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી આવતી તથા થોડી જ વારમા પરત જતી જોવામા આવતી હોય જે ગાડીના રૂટ ચેક કરતા આ ફોરવ્હીલ ગાડી શાપરમા ઉગેલ સી.સી.ટી.વી. આવતી જોવા મળેલ અને જીજે-૦૩-એલઆર-૫૩૧૩ હોવાનું સામે આવતાં આ કારના માલિક અંગે માહીતી મેળવતા આ કાર સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદ (રહે. આદર્શ સોસાયટી પાળ પીપળીયા ગામ, લોધીકા) ની માહીતી મળતા તેના મોબાઇલ નંબર આધારે વેરીફાય કરતા હાલ તે ગોંડલના
ગુંદાસરા ગામે હરસિદધી સોસાયટી, રીબડા રેલ્વે સ્ટેશન પાસે રહેતો હોવાની માહીતી મળતા પોલીસની ટીમે તેના રહેણાંક મકાને છોડી (આરોપી સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદને દબોચી પુછપરછ કરતા પોતાની પત્ની રીટા પ્રસાદને મૃતક વિજયદાસ વસંતદાસ દુધરેજીયા (રહે. આદર્શ સોસાયટી પાળ પીપળીયા, લોધીકા) સાથે બે વર્ષ પહેલાથી પ્રેમ સબંધ હોય અને તે અંગેની જાણ પોતાને થઈ જતા પોતે પોતાની પત્નીને ઠપકો આપી ગોંડલના ગુંજાસરા રહેવા જતા રહ્યા હતાં. તેમ છતા વિજય પત્નીને તેની સાથે સબંધ રાખવા અને મોબાઈલ પર વાત કરવા ધમકાવતો હતો. પોતાની પત્નીને બીજો મોબાઇલ આપી ગયેલ હોય અને ગત તા.૦૮ ના બપોરના બે વાગ્યાના સમયે પોતે પોતાના ઘરે જતા પોતાની પત્ની આ વિજય સાથે મોબાઈલ પર વાત કરતી હોય તે અંગે પોતાને ખ્યાલ આવી જતા પોતે પોતાની પત્નીને ઠપકો આપેલ અને પતિ પત્નીએ બન્નેએ મળી વિજયને રાત્રીના સમયે બોલાવી તેની હત્યા નિપજાવવાનું કાવત્રુ ઘડેલ હતું. જેમા પોતે પોતાની પત્નીને આ વિજયને રાતના મારો પતિ નોકરી પર જવાનો છે તેમ કહી મૃતક વિજયને પોતાના ઘરે મળવા બોલાવવા જણાવતા પોતાની પત્નીએ વિજયને મોડીરાતના મળવા બોલાવેલ હતો. મૃતક વિજય રાતના અઢી ત્રણ વાગ્યાના સમયે રિટાને ઘરે મળવા આવતા પોતે આ વિજયને માથાના ભાગે સ્ટીલના પાઈપથી મારતા તે પડી જતા પોતે તથા પોતાની પત્નીએ દોરી વડે તેના હાથ પગ બાંધી પોતાની સ્વીફટ ગાડીની ડેકીમાં નાખી નારણકા ગામ નજીક રોડની સાઈડમાં ફેંકી કંઈ પોતે વિજયના ગળાના ભાગે કુહાડી મારી દેતા તે મરણ ગયેલ હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આરોપી સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદ (ઉ.વ.૪૬, (નોકરી, એકટીવ સ્ટીલ ફોર્જ સર્વોદય શાપર) રીટા સુરેન્દ્ર પ્રસાદ (ઉ.વ.૪૦), ( રહે. બન્ને હાલ # રીબડા રેલ્વે સ્ટેશન પાસે ગુંદાસરા x ગામ, મુળ રહે. રાજપુર ગામ, મહારાજ ગંજ, ઉતર પ્રદેશ) ની ધરપકડ કરી કોટડા સાંગાણી પોલીસને સોંપવામાં આવ્યાં હતાં. મૃતક મૂળ ગુંદાસરા ગામનો વતની છે. તે રીક્ષા ચલાવતો હતો, તે હાલ તેની માતા અને ૧૫ વર્ષીય એક પુત્ર સાથે રહેતો હતો. તેની પત્ની સાથે દસ વર્ષ પૂર્વ છૂટાછેડા થઈ ગયેલ હોવાનું પણ સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application