BREAKING NEWS

શિયાળાની જમાવટ: અમદાવાદ, વડોદરા, ડીસા, નલીયામાં 14 થી 15 ડિગ્રી

  • November 08, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા પાંચ દિવસથી લઘુતમ તાપમાનમાં થઈ રહેલા ઘટાડાનો સીલસીલો આજે પણ ચાલુ રહ્યો છે અને સામાન્યથી ચાર ડિગ્રી સુધી લઘુતમ તાપમાન આજે નીચે ઉતર્યું છે. સમગ્ર રાજ્યમાં આજે સૌથી નીચું લઘુતમ તાપમાન આશ્ચર્યજનક રીતે અમદાવાદમાં 14.7 ડિગ્રી નોંધાયું છે. સામાન્ય રીતે સૌથી નીચું તાપમાન નલિયા ડીસા ભુજ જેવા શહેરોમાં નોંધાતું હોય છે.

વડોદરામાં 15.6 ડીસામાં 15.8 નલિયામાં 15.4 ભાવનગરમાં 19.2 ભુજમાં 19.4 પોરબંદરમાં 18.5 સુરતમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે, રાજકોટમાં પણ આજે ગઈકાલની સરખામણીએ સાડા ત્રણ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નીચું ઉતર્યું છે. ગઈકાલે 20 ડિગ્રી પછી આજે રાજકોટમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે પરંતુ પૂર્વ દિશામાંથી ફૂકાતા પવનના કારણે લઘુતમ તાપમાન નીચે ઉતરે છે અને ઠંડીની તીવ્રતામાં ક્રમશઃ વધારો થતો જાય છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીર અને તેની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. 3.1 કીલોમીટરની ઊંચાઈ પર ટ્રફ પણ જોવા મળે છે અને તેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં આગામી દિવસોમાં પણ લઘુતમ તાપમાન હજુ નીચે ઉતરશે, સેન્ટ્રલ અને વેસ્ટ ઇન્ડિયામાં આગામી બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, ઈસ્ટના રાજ્યોમાં આ ઘટાડો ત્રણથી ચાર ડિગ્રીનો રહેશે. સમગ્ર દેશમાં આજે સૌથી નીચું તાપમાન ઉત્તરાખંડના પંતનગરમાં 10.6 ડિગ્રી નોંધાયું છે.

દક્ષિણ ભારતના રાજ્યો કેરલ તામિલનાડુમાં વરસાદ પડી રહ્યો છે, આ ઉપરાંત અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર પણ વરસાદ ચાલુ છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદના વાવડ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application