વાંકાનેરના સિંધાવદરમાં રહેતા યુવાનને ગુંદાળા ગામનાસહિત ચાર શખસોએ મળી ઝઘડો કરી લાકડી અને પાઇપ વડે બેફામ માર માર્યેા હતો. આ સમયે યુવાનની કારમાં મુસાફર તરીકે બેઠેલ બે મહિલાઓએ વચ્ચે પડતા તેમની સાથે પણ મારકૂટ કરી હતી. મારામારીમાં યુવાનનો પગ ભાંગી ગયો હતો. યુવાનને પરિણીતા સાથે અગાઉ પ્રેમ સંબધં હોય જે બાબતનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેરના સિંધાવદરમાં રહેતા અજય નવઘણભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૩) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે છોટા હાથી નંબર જીજે ૩૬ વી ૭૭૨૩ માં આવેલા સુરેશ ગેલાભાઈ હાડગરડા (રહે. ગુંદાળા), પેથા હાડગરડા (રહે. ખાખરા તા. વાંકાનેર) અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરે છે અને હાલ કુવાડવા વાંકાનેર રોડ પર આર.કે.ના ગેટ પાસે કામ કરનાર મહિલાઓને ઇકોમાં લેવા લઈ જવાનું કામ કરે છે. તારીખ ૮૧૦ ના તે અહીં આવ્યો હતો. ત્યારે છોટાહાથીમાં આરોપીઓ અહીં આવ્યા હતા અને યુવાન પર લાકડી અને પાઇપ વડે હત્પમલો કરી દીધો હતો આ સમયે યુવાનની ઇકોમાં મુસાફર તરીકે બેઠેલા સપનાબેન તથા આશાબેન વચ્ચે પડતા તેમને પણ લાકડી વડે મારમાર્યેા હતો. દરમિયાન અન્ય લોકો આવી જતા આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતા. આ હત્પમલામાં યુવાનનો પગ ભાંગી ગયો હતો.
યુવાને જણાવ્યું હતું કે, આરોપી સુરેશના નાના ભાઈની પત્ની સાથે અગાઉ તેને પ્રેમ સંબધં હોય જે બાબતનો ખાર રાખી તેના પર આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રૈયાધારમાં યુવકને ધોકાથી માર
શહેરના રૈયાધાર મફતિયાપરામાં રહેતો હરેશ લાલજીભાઈ પારઘી (ઉ.વ.૩૩) નો યુવક રાત્રે ત્રણેક વાગ્યે ઘરે પાસે હતો ત્યારે નજીક રહેતા હાર્દિક, ગીતા અને અજાણ્યા ત્રણ શખ્સોએ ઝગડો કરી ધોકાથી મારમારતા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ ફળો અને શાકભાજી ઓફિસનો સ્ટ્રેસ દૂર કરવામાં મદદરૂપ, માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ શ્રેષ્ઠ
January 11, 2025 05:26 PMજાણો મહાકુંભના મૌની બાબાને: 41 વર્ષથી મૌન, ફક્ત ચા પર જીવન, IAS-IPS માટે મફત કોચિંગ આપે છે
January 11, 2025 05:01 PMહાઈકોર્ટે BCCIને મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચુકવવા લગાવી ફટકાર
January 11, 2025 03:58 PMકન્નૌજમાં રેલવે સ્ટેશનનું લિન્ટર ધરાશાયી, કાટમાળ હેઠળ 35 લોકો દટાયા, ત્રણના મોત, મોતનો આંકડો વધી શકે
January 11, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech