સૌરાષ્ટ્ર્ર કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારે રાત્રીનું તાપમાન એક થી ચાર ડિગ્રી સુધી ઘટી ગયા પછી ગુવારે દિવસના તાપમાનમાં પણ સરેરાશ ૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે અને તેના કારણે સમગ્ર રાયમાં મહત્તમ તાપમાન નો પારો ૩૬ ડિગ્રી સુધી પહોંચી ગયા પછી તે ઘટીને હવે ૩૫ ડિગ્રી નીચે આવી ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો મહત્તમ તાપમાન સૌરાષ્ટ્ર્ર કચ્છમાં ઘણું ઘટી ગયું છે. દ્રારકામાં ગઈકાલે મહત્તમ તાપમાન ૨૮.૪ ઓખામાં ૨૯ ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં ગઈકાલનું મહાતમ તાપમાન ૩૪.૫ વેરાવળમાં ૩૨.૬ સુરેન્દ્રનગરમાં ૩૪.૩ મહત્પવામાં ૩૩.૮ કેશોદમાં ૩૩.૬ ભાવનગરમાં ૩૨.૮ નલિયામાં ૩૧.૨ ભુજમાં ૩૪.૭ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાયના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૩૪.૫ ડીસામાં ૩૪.૬ વલ્લભ વિધાનગરમાં ૩૩.૩ ગાંધીનગરમાં ૩૪.૬ વડોદરામાં ૩૪ અને સુરતમાં ૩૪.૭ ડીગ્રી ગુવારનું મહત્તમ તાપમાન નોંધાયું હતું. જમ્મુ કાશ્મીર લદાખ અને હિમાલયન રિજીયનમાં થઈ રહેલી હિમવર્ષા તથા વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ઠંડીનું પુનરાગમન થાય તેવી કોઈ શકયતા નથી પરંતુ ગરમીના પ્રમાણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે.
આજે સવારે રાજકોટ દ્રારકા કંડલા ઓખા પોરબંદર માં ઝાકળ જોવા મળી હતી. દ્રારકામાં સવારે ભેજનું પ્રમાણ ૯૩% કંડલામાં ૮૬ ઓખામાં ૯૨ પોરબંદરમાં ૯૪ અને રાજકોટમાં ૮૭ ટકા નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં અને રાત્રીના તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર આજે થયો નથી. આજે ભુજમાં ૧૯ નલિયામાં ૧૬.૪ ભાવનગરમાં ૧૯ દ્રારકામાં ૨૦.૨ ઓખામાં ૨૨ પોરબંદરમાં ૧૫.૫ રાજકોટમાં ૧૯ વેરાવળમાં ૨૧.૪ અમદાવાદમાં ૧૯ ડીસામાં ૧૮.૪ વડોદરામાં ૧૮.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech