BREAKING NEWS

જામનગરમાં ગરમ કપડાની બજાર ખરીદીની દ્રષ્ટિએ એકદમ ઠંડી

  • December 05, 2025 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાનમાં ગજબનું પરીવર્તન આવ્યું છે, ચોમાસુ ધાર્યા કરતા લાંબુ ચાલ્યું, માવઠાએ અનેક વખત હેરાન કર્યા, વાવાઝોડા પણ બે વખત અરબી સમુદ્રની આસપાસ બન્યા, બીજી બાજુ આ વખતે ઠંડીનું પણ ખુબ મોડુ-મોડુ આગમન થયું છે અને આજે ડીસેમ્બર માસની ૫ તારીખ હોવા છતાં હજુ કડકડતી ઠંડી પડી નથી જેનો સ્વભાવીક રીતે બધાને ઇન્તેજાર છે અને ખાસ કરીને ગરમ કપડાની બજારમાં તો ઠંડીનું જેવું ઠંડુ વાતાવરણ છે.કારણ કે ખરીદી નિકળી નથી, શહેરમાં ચારેતરફ ગરમ કપડાના ધંધાર્થીઓ દુકાનો અને લારીઓમાં જેકેેટ, સ્વેટર, ગરમ ટોપી, હાથના મોજા વગેરે વેંચવા માટે ઉભા રહે છે.



ઉપરાંત પ્રતિવર્ષ નિલકંઠ મહાદેવ મંદિર પાસે ભરાતી તીબેટીયનોની ગરમ કપડાની માર્કેટ પણ લાગી ગઇ છે, પરંતુ ઠંડીનું જોર વધતું નહીં હોવાથી હાલ ખરીદી એટલી દેખાતી નથી.



 જો કે હવામાન ખાતાએ એવી આગાહી તો કરી છે કે, ડીસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે, એવું પણ કહેવાય છે કે, ફેબ્રુઆરીના એન્ડ સુધી પણ આ વખતે કદાચ ઠંડી પડી શકે છે, ઋતુ ચક્ર ડીસ્ટર્બ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application