જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ જિલ્લા પોલીસ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા તથા અપહરણ થયેલા વ્યકિતઓને શોધી કાઢવા સૂચના આપી છે.જે સૂચનાના પગલે મેટાડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી રાહુલ કીર્તનભાઇ પરમાર(ઠાકોર)(ઉ.વ ૩૦ રહે. કાઠડી તા. ગળતેશ્ર્વર જી.ખેડા) ને છાપરા જીઆઇડીસી વિસ્તારમાં શીવમ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા વિધાતા ફુડ કારખાનાન ઓરડીમાંથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.
પોલીસે જણાવ્યું હતું આરોપી પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી દોઢ માસ પૂર્વે ભગાડી ગયો હતો.બાદમાં તેણે સગીરાને અહીં કારખાનાની ઓરડીમાં રાખી હતી.આ અંગે મેટોડા પોલીસે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે આરોપીનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરેશભાઇ સોરાણી, જસમત માનકોલીયા કોન્સ. લકીરાજસિંહ જાડેજા તથા રવુભાઇ ગીડા, નીતિનભાઇ મકવાણા, શકિતસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech