ગાંધવી ગામનો બનાવ
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા ભગવાનગર પ્રકાશગર રામદત્તી નામના 36 વર્ષના બાવાજી યુવાનને દારૂ પીવાની ટેવ હતી. દારૂ પીને તે અવારનવાર ઝઘડો કરતા હોય, આ અંગે તેમના પત્ની મિતલબેને ભગવાનગરને દારૂ પીવા અંગે ઠપકો આપ્યો હતો.
આ બાબતે ભગવાનગર રામદત્તીને મનમાં લાગી આવતા ગઈકાલે શુક્રવારે તેમણે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમને મૂર્છિત હાલતમાં કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની મિતલબેન ભગવાનગરએ કલ્યાણપુર પોલીસને કરી છે.
દ્વારકામાં ઝઘડતા શખ્સોને ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર પડ્યો
દ્વારકામાં આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે રાજુ રવજીભાઈ સતવારા અને સીનુ મહારાજ નામના બે શખ્સો ઝઘડી રહ્યા હતા. ગાળાગાળી કરતા આ બંને શખ્સોને અહીંથી નીકળતા સમીરભાઈ હાસમભાઈ સરવદી (ઉ.વ. 22, રહે. નરસંગ ટેકરી) અને સાહેદ રવિભાઈ ભટ્ટએ ગાળો બોલવાની ના કહેતા આરોપી સીનુ મહારાજે તેના હાથમાં રહેલા કમંડલીયા વડે માર માર્યાની તથા અન્ય આરોપી રાજુ રવજીભાઈએ લોખંડના પાઈપ વડે સમીરભાઈને માર મારતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech