પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની છ એન.સી.સી. કેડેટ અને એ.એન.ઓ.ઓફિસરે દ્વારકા ખાતે આવેલ લાઈટ હાઉસ પર મહત્વની ડ્યુટી નિભાવી હતી.ફોર ગુજરાત એન.સી.સી.યુનિટ દ્વારા ઓખા, દ્વારકા, કચ્છીગઢ અને પોરબંદર એમ સમુદ્રકિનારે કવાયતનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં સાગરકિનારે આવેલ લાઈટ હાઉસ (દીવાદાંડી)માં આવેલ ઓપરેટિંગ સિસ્ટમ તથા લાઇટ હાઉસ મ્યુઝિયમની જાણકારી એન.સી.સી.કેડેટસને આપવામાં આવી હતી. આ કવાયત દરમ્યાન ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની સિક્સ એન.સી.સી. કેડેટ અર્પિતા વાણિયા,જયશ્રી ગોઢાણીયા,ખોરવા પુનમ,ઊર્મિ રત્નગ્રાહી,ભુતિયા હેતલ,વાઘેલા તેજલ સાથે એન.સી.સી. ઓફિસર શાંતિબેન ભુતિયા પી. આઈ. સ્ટાફ શૈલેષ રાજપુત અને ચંદ્રકાંતકુમારની હાજરીમાં કેડેટને લાઈટ હાઉસની કાર્ય પદ્ધતિ સમજાવતા દરિયામાં થતી બોટની હલન-ચલન પર નિગરાની રાખવાની રીત, અન્ય દેશની બોટને ઓળખ કઈ રીતે કરવી, દરિયાઇ માર્ગ પરથી આવનાર આતંકવાદીઓ કે અન્ય અજાણી વ્યક્તિઓની ઓળખ કરી ઉપરી અધિકારીઓ સુધી સંદેશ પહોચાડવાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
આ એક્સરસાઇઝથી એન.સી.સી. કેડેટ દેશની રક્ષાની જવાબદારી માત્ર આર્મી અને પોલીસની જ નહી પરંતુ આવી એક્સરસાઇઝ દ્વારા એન.સી.સી. કેડેટ્સ પણ કરી શકે અને તે દેશને મદદપ થઈ શકે છે.ડો. વી.આર. ગોઢાણીયા કોલેજનીએન.સી.સી. કેડેટ આ એક્સરસાઇઝને જુસ્સાથી નિભાવી અને રાત્રે પણ દ્વારકાના દરિયાકાંઠે લાઇટ હાઉસ પર ડ્યુટી નિભાવી હતી.આ બાબતે કોલેજના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા,મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, એકેડમિક ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરા, શિક્ષણવિદ તથા બી.એડ. કોલેજના ડાયરેક્ટર ડો.ઇશ્ર્વરભાઇ ભરડા તથા પ્રિન્સીપાલ ડો. કેતનભાઈ શાહ અને તમામ કોલેજ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech