ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વાયરની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ

  • June 10, 2024 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પરથી .૨.૮૯ લાખની કિંમતનો વાયરનો જથ્થો કોઇ ચોરી કરી હતાં.આ અંગે ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે તપાસ કરતા કેટલાક શખસો રિક્ષામાં વાયર ચોરી લઇ જતા હોવાનું માલુમ પડયું હતું.જેથી પોલીસે ચાર મહિલા સહિત છ શખસોની આ ટોળકીને ઝડપી લઇ તેની પાસેથી ચોરીનો તમામ મુદામાલ અને રીક્ષા કબજે કરી હતી. ભંગારની ફેરીના બહાને દિવસે રેકી કરી રાતે ચોરી કરતા હતા.

મવડી પાસેની સુખસાગર સોસાયટી પાસેના કૈલાસ પાર્કમાં રહેતા વિજયભાઇ ગીરધરભાઇ વેકરિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે નવા બંધાતા બિલ્ડિંગના બાંધકામ સાઇડ પર ઇલેકિટ્રક કામ પર કોન્ટ્રાકટ રાખી મજૂરો પાસે કામ કરતા હોય હાલમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે સેવન સ્કેવર સાઇટ પર તેમનું કામ ચાલે છે. તા.૩ના રોજ તેને સાઇટ પરથી ફોન આવેલ અને ચોરી થયાનું જણાવ્યું હતું.જેથી તે તુરતં પહોંચી તપાસ કરી હતી.

અહીં નવા બિલ્ડિંગના બીજા માળે આયુષ્માન હોસ્પિટલનું કામ ચાલતું હોય તેના એક મમાં ઇલેકિટ્રક વાયરનો જથ્થો રાખ્યો હતો જેમાંથી કુલ.૨.૮૯ લાખની કિંમતના ૧૧૯ બંડલો વાયરોની ચોરી થયાનું અને તેને આસપાસના તેમજ બિલ્ડિંગના કેમેરા ચેક કરતા સીડીના લાકડાંની પ્લાઇ તોડી રાત્રીના એકાદ વાગ્યે કેટલાક શખ્સો અંદર ઘૂસી કેબલના બંડલોની ચોરી કરી રિક્ષામાં લઇ જતા હોવાનું કેદ થઇ ગયું હતું.
દરમિયાન પીઆઇ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મા તથા તેમની ટીમે ચોરીના આ ઘટનાને લઇ તપાસ શ કરી હતી.હેડ કોન્સ.રાજેશભાઇ બાળા,ક્રિપાલસિંહ જાડેજા,કોન્સ. રાજદીપભાઇ પટગીર અને પંકજભાઇ માળીને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે બગીચા નજીકથી ચાર મહિલા સહિત છને ઝડપી લીધા હતાં.જેમાં અજય ઉર્ફે કાળીયો રાયધનભાઇ સોલંકી(ઉ.વ ૨૪ કુબલીયાપરા),સાગર અમૃતભાઇ વઢીયારા(ઉ.વ ૨૩ રહે.ભાવનગર રોડ શિવાજીનગર),સોનલ રાયધનભાઇ સોલંકી(ઉ.વ ૨૦ રહે.કુબલીયાપરા), લમીબેન વિજયભાઇ સોલંકી(ઉ.વ કુબલીયાપરા),સંગીતા રાજુભાઇ કોસ્ટી(ઉ.વ ૨૪ રહે. જામનગર) અને પુજા ઉદલભાઇ કનૈયાભાઇ પરમાર(ઉ.વ ૨૦ રહે.જામનગર) નો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી .૨.૮૯ લાખના વાયરો અને રીક્ષા સહિતનો મુદામાલ કબજે કર્યેા હતો.આરોપી પૈકી સંગીતા અગાઉ જામનગરમાં ચોરીના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી હોવાનું માલુમ પડયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application