રાજકોટ નજીક કુવાડવા હાઈવે પર આવેલા જીયાણા ગામમાં ગઈકાલની એક જ રાતમાં છ કિલોમીટરના અંતરે ત્રણ–ત્રણ ધાર્મિક સ્થાનોને આગ લગાવાયાની ઘટનાથી ગ્રામજનો ભાવિકોમાં રોષ ભભૂકયો હતો. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ ગામનો જ પૂર્વ સરપચં અરવિંદ મગનભાઈ સરવૈયા મંદિર સળગાવનાર હોવાનો પર્દાફાશ કરી પૂર્વ સરપચં અરવિંદની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ અરવિંદે એવી કેફિયત આપી હતી કે, તેની પત્ની અને બે બાળકો ત્રણ વર્ષથી રિસામણે છે અનેક બાધા–પૂજાઓ કરવા છતાં તેઓ પરત આવ્યા નથી માટે ભગવાન છે નહીં તેવું માનીને આવેશમાં આવીને આવું કૃત્ય કયુ હતું. એરપોર્ટ પોલીસે જીયાણા ગામમાં બે ટર્મ સરપચં રહી ચૂકેલા આરોપી અરવિંદ થોડા સમયથી માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હોય અને તેણે એકલાએ જ એકિટવામાં રાત્રીના સમયે જઈને ૬ કિલોમીટરના અંતરે આવેલા ત્રણેય મંદિરોને આગ ચાંપી હોવાનું જણાવ્યું હતું.
જીયાણા ગામે ગામના પાદર નજીક કમ્પાઉન્ડ બધં રામદેવપીર મંદિરમાં આગ લગાવાઈ એ જ રીતે ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર બંગલાવાળા મેલડી માતાજીથી ઓળખાતા મંદિરમાં આગ લાગી અને ત્રણ કિલોમીટર દૂર એવા વાસંગી મંદિરને પણ આગ ચંપી કરાઈ હતી. મંદિરોમાં આગ લાગ્યાની અને મૂર્તિઓ, ગર્ભગૃહ અન્ય વસ્તુઓ બળીને ખાક થઈ ગયાની જાણ થતાં ગ્રામજનો એકત્રિત થઈ મંદિરો પર દોડી ગયા હતા. મંદિરોને સાવ સળગેલી હાલતમાં તેમજ મૂર્તિઓ પણ બળેલી જોઈને રોષ ભરાયા હતા.
બનાવ સંદર્ભે એરપોર્ટ પોલીસને જાણ કરતાં પીઆઈ જી.એસ.ગામીત, પીએસઆઈ એ.કે.રાઠોડ તથા સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાના પગલે ડીસીપી ઝોન–૧ સનસિંહ પરમાર, એલસીબી, ક્રાઈમ બ્રાંચની ટીમ પણ દોડી ગઈ હતી. બનાવ અંગેની વિગતો મેળવી હતી. સમગ્ર ઘટના અંગે તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ સવશીભાઈ મેઘાણી ઉ.વ.૬૨ની ફરિયાદ આધારે એરપોર્ટ પોલીસ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગામમાં રહેલા સીસીટીવી ચેક કરવાનો આરભં કર્યેા છે.
પોલીસને ગ્રામજનોમાંથી એવી વિગતો પ્રા થઈ હતી કે, તા.૧૩ની રાત્રે એક વાગ્યા બાદ આ અઘટિત ઘટના બની હોઈ શકે. ગામમાં તા.૧૩ની રાત્રે લાઈટ નહોતી માટે પીજીવીસીએલની ટીમ વાહન સાથે રિપેરિંગમાં હતી. ગામમાં પણ લાઈટ ન હોવાના કારણે ગ્રામજનોની અવરજવર રાત્રે એક વાગ્યા સુધી ચાલુ હતી. ત્યારબાદ ગામમાં રામદેવ પીર મંદિર ટાયરોથી સળગાવાયું, ત્યાંથી ત્રણ કિ.મી. દૂર મેલડી માનું મંદિર એ જ સાંજે ત્યાં તાવો હતો એટલે ત્યાં પડેલા લાકડાથી સળગાવ્યું હોઈ શકે બન્ને મંદિર સાવ બળી ગયા હતા. જયારે વાસંગી દાદાનું મંદિર બહારથી દરવાજાને તાળુ હોવાથી બહારના ભાગે કપડાં નાખીને સળગાવવાનો પ્રયાસ થયો હતો.
સમગ્ર ઘટના અંગે પોલીસે સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક કક્ષાએ ગ્રામજનો પાસેથી વિગતો મેળવી હતી જેમાં ગામનો પૂર્વ સરપચં અરવિંદ સરવૈયા શંકાના દાયરામાં આવ્યો હતો. અરવિંદને ઉઠાવી લઈને પૂછતાછ કરાતા સમગ્ર ભેદ ખુલ્યો હતો. આ બાબતે પીઆઈ ગામીતના જણાવ્યા મુજબ અરવિંદની પત્ની અગાઉ પણ રિસામણે ચાલી ગઈ હતી અને થોડા સમયે સમજાવટ બાદ પરત આવી ગઈ હતી. આ વખતે છેલ્લ ા ત્રણ વર્ષથી બન્ને બાળકો સાથે તે રિસામણે ચાલી ગઈ હતી. પરત આવી ન હતી. પત્ની અને બાળકોને પરત લાવવા માટે અરવિંદ મંદિરોમાં પૂજાઓ કરતો, માનતાઓ–બાધાઓ રાખતો હતો. અલગ અલગ ભુવા પાસે જતો ભુવાઓ કહે તે મુજબની વિધિ પણ કરતો હતો આમ છતાં બાળકો અને પત્ની ઘરે આવ્યા નહીં અરવિંદને સાથ આપનાર વાકાવડ ગામનો વ્યકિત પણ થોડા દિવસ પહેલા મૃત્યુ પામતા અરવિંદ ભાંગી પડયો હતો. આટલું કરવા છતાં પોતાનું કામ થતું નથી એવું માનીને સોમવારની રાત્રે મંદિરોમાં આગ ચાંપી દીધી હતી.
ગામમાંથી ટાયર લીધું, મંદિરે રહેલા નારિયળના છોતરા અને તેલથી આગ ચાંપી
ત્રણેક વર્ષથી બાધા–માનતાઓ કરી ગામમાં સાથ આપનાર વાકાવડના વ્યકિતનું પણ મૃત્યુ થતાં નાસીપાસ થયેલો અરવિંદ કાકાનું એકિટવા લઈને નીકળી ગયો હતો. ગામ પાસે હાઈવે પર આવેલી પંચરની દુકાન પરથી ટાયર ઉપાડયું હતું. રામદેવ પીર મંદિરે જઈને મૂર્તિઓ ટાયરમાં નારિયળના છોતરા તેમજ મંદિરમાં રહેલું તેલ લઈને આગ ચાંપી દીધી હતી.
એક મંદિરેથી મૂર્તિ ઉઠાવી ત્રણ કિલોમીટર દૂર લઈ જઈ અન્ય સ્થળે સળગાવાઈ
ગામમાં રામદેવ પીર મંદિર ખાતે હરજીભાથીની મૂર્તિ આવેલી છે. આ મૂતિર્ને રામદેવપીરની મૂર્તિને આગ ચાંપી ત્યાં ન સળગાવી પરંતુ હરજીભાથીની મૂર્તિને ત્રણ કિલોમીટર દૂર આવેલા મેલડી માતાજીના મંદિરે લઈ જવાઈ હતી અને ત્યાં લાકડાથી સળગાવીને સાવ નષ્ટ્ર કરાઈ હતી. અરવિંદે ગામમાં પોતે અલગ એક મંદિર પણ બનાવ્યુ હતું ત્યાં રોજિંદા પૂજા–પાઠ કરતો હતો. છેલ્લ ા એકાદ અઠવાડિયાથી મંદિરને પણ તાળાં મારીને પૂજા–પાઠ બધં કરી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech