BREAKING NEWS

ઉનાળાની આકરી ગરમી ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી, જાણો બચવાના મહત્વના ઉપાયો

  • May 25, 2026 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વધતા તાપમાન અને કાળઝાળ ગરમી સામાન્ય લોકોની સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. તબીબી નિષ્ણાતોના મતે, ગરમીના કારણે બ્લડ શુગર લેવલમાં અચાનક ઉતાર-ચઢાવ આવી શકે છે. આ સ્થિતિથી બચવા માટે દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે.



ગરમી ડાયાબિટીસને કેવી રીતે અસર કરે છે?


ડીહાઈડ્રેશન 
શરીરમાં પાણી ઓછું થવાથી લોહીમાં શુગરની માત્રા (કોન્સન્ટ્રેશન) વધી જાય છે.



ઇન્સ્યુલિન પર અસર 
અતિશય ગરમીના કારણે શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી.



દવાઓ ખરાબ થવી
ઊંચા તાપમાનના કારણે ઇન્સ્યુલિન અને ડાયાબિટીસની દવાઓની અસરકારકતા ઘટી જાય છે.



દર્દીઓએ રાખવાની મુખ્ય સાવચેતીઓ
પૂરતા પ્રમાણમાં પાણી પીવો દિવસ દરમિયાન પુષ્કળ પાણી, લીંબુ પાણી અથવા મોળી છાશ પીવો.ચા, કોફી અને પેકિંગ વાળા ગળ્યા જ્યુસ પીવાનું ટાળો.
દવાઓ અને ઇન્સ્યુલિન અને દવાઓને સીધા સૂર્યપ્રકાશ કે ગરમ જગ્યાએ ન રાખો.તેને ઘરના ઠંડા ભાગમાં અથવા યોગ્ય તાપમાને સાચવો.
શુગરનું નિયમિત ચેકઅપ ગરમીના દિવસોમાં બ્લડ શુગર લેવલ વારંવાર તપાસતા રહો.રિપોર્ટમાં વધુ ફેરફાર જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો.
બહાર જવાનું ટાળો અને સુતરાઉ કપડાં પહેરોબપોરના સમયે (૧૨ થી ૪ વાગ્યા સુધી) બિનજરૂરી બહાર જવાનું ટાળો.શરીર ઢંકાય તેવા આછા રંગના અને સુતરાઉ કપડાં જ પહેરો
પગની ખાસ સંભાળ ડાયાબિટીસના દર્દીઓએ ખુલ્લા પગે ન ચાલવું, કેમ કે ગરમ જમીનથી પગમાં છાલા પડી શકે છે. આરામદાયક ચપ્પલ અને મોજાંનો ઉપયોગ કરો.

ઉનાળામાં હળવો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. જો ચક્કર આવે, અતિશય પરસેવો થાય કે નબળાઈ લાગે, તો તેને સામાન્ય ગરમી સમજીને અવગણવાને બદલે તાત્કાલિક તબીબી સારવાર લેવી હિતાવહ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application