ગુજરાત રાજયમા આગામી દિવસોમાં વધુ નવ મહાનગરપાલિકાનો ઉદય થાય તેવા સંકેત રાજયના શહેરી વિકાસ વિભાગ તરફથી મળી રહ્યા છે ગુજરાત સરકારે નવ મહાનગરપાલિકાની સૂચિ આગામી બે સાહની અંદર બહાર પાડશે. મહાનગરપાલિકાની જાહેરાતની સાથે જ નગરપાલિકાઓ વિસર્જિત થઈ જશે અને આ તમામ સૂચિત મહાનગરપાલિકાઓની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે
ગત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજય સરકાર દ્રારા નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી આ તમામ મહાનગરપાલિકાઓને સૂચિત બનાવવાની દિશામાં રાજયના શહેરી વિકાસ વિભાગ દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવશે પરિણામે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પેારેશનોની કુલ સંખ્યા ૧૭ થઈ જશે. જે નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પેારેશનનો દરો મળશે તેમાં ગાંધીધામ, સુરેન્દ્રનગર, પોરબંદર, વાપી, નવસારી, મહેસાણા, મોરબી, નડિયાદ અને આણંદનો સમાવેશ થાય છે રાજયના શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવ નગરપાલિકાઓ સિવાય, વધુ ત્રણ નગરોને મ્યુ– તરીકે સૂચિત કરવામાં આવે તેવી શકયતા છે. આ માટેની કાર્યવાહી પૂર્ણ કરવા ગુજરાત રાયના મુખ્યમંત્રી કાર્યાલય દ્રારા સૂચિત કરવામાં આવ્યું છે આ માટેની ઔપચારિકતા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.
નવી અસ્તિત્વમા આવનારી મ.ન.પા.જે હાલની નગરપાલિકાઓનું વિસર્જન કરવામાં આવશે, સરકાર દ્રારા નિયુકત વહીવટકર્તાઓ આગામી ચૂંટણીઓ સુધી કામગીરીનું સંચાલન કરશે. ટૂંકમાં મહાનગરપાલિકાનું જાહેરનામું બહાર પડતાં ની સાથે જ નગરપાલિકાઓનું વિસર્જન થશે અને ત્યાં વહીવટદારોનું રાજ આવશે.
ગુજરાત રાયના શહેરી વિકાસ વિભાગ દ્રારા નગરપાલિકાની આસપાસના વિસ્તારોને મહાનગરપાલિકામાં ભેળવવા માટેની પ્રક્રિયાઓ પૂર્ણ કરશે સરકાર તમામ આઉટગ્રોથ વિસ્તારો અને હાલની નગરપાલિકાઓના નજીકના ગામોને નવી મ્યુનિસિપલ કોર્પેારેશનોની મર્યાદામાં સામેલ કરવાની પ્રક્રિયા શ કરે તેવી અપેક્ષા છે. નવી મ્યુનિસિપલ કોર્પેારેશનો માટે આગામી બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નવી મ્યુનિસિપલ કોર્પેારેશનોની ચૂંટણી અન્ય મ્યુનિસિપલ કોર્પેારેશનો સાથે એકસાથે ૨૦૨૫ના અંતમાં થવાની ધારણા છે મૂકવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાનના CM ભજનલાલના કાફલા સાથે અકસ્માત, કાર અચાનક પલટી, CM પોતે ઘાયલ જવાનોને હોસ્પિટલ લઈ ગયા
December 11, 2024 04:08 PMજમ્મુ–કાશ્મીરમાં માઈનસ ૨૨ ડિગ્રી ઠંડીનોંધાઈ: નદીઓ–ઝરણાઓ થીજી ગયા
December 11, 2024 04:06 PMગોપાલ નમકીનમાં વિકરાળ આગ: યુનિટ ભસ્મીભૂત
December 11, 2024 04:05 PMબે મહિલાઓના ફેસબુક એકાઉન્ટ હેક કરી ફ્રોડ
December 11, 2024 04:01 PMસિકયુરિટીની ઓફિસમાં ત્યકતાને બેભાન કરી દુષ્કર્મ આચરનાર શખસ ઝડપાયો
December 11, 2024 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech