BREAKING NEWS

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, ૫૧ કિવન્ટલ ફૂલોથી મંદિરને શણગાર

  • April 22, 2026 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડની દિવ્ય ભૂમિ પર પવિત્ર ચાર ધામ પૈકીના એક અને દેશભરના લાખો આસ્થાળુઓના શ્રદ્ધાના કેન્દ્ર સમાન કેદારનાથ ધામના દરવાજા આજે વહેલી સવારે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભકતો માટે ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. મંદિરને ૫૧ કિવન્ટલ ફલોથી શણગારવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે યાત્રા આજથી શ થઈ રહી છે અને ભકતોમાં ભારે ઉત્સાહ છે. બદ્રી–કેદાર મંદિર સમિતિએ ઉત્તમ વ્યવસ્થા કરી છે. યાત્રાળુઓના ઘણા જૂથો પહેલાથી જ પસાર થઈ ચૂકયા છે. પવિત્ર યાત્રા પર નીકળતી વખતે શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે બધા નિયમોનું પાલન કરે છે, પરંતુ આપણા પ્રધાનમંત્રીએ એક ખાસ નિયમનું પાલન કરવાનો આગ્રહ કર્યેા છે: સ્વચ્છતા જાળવવી અને યાત્રા માર્ગને પ્લાસ્ટિક મુકત રાખવો. આશા છે કે આ સંદેશ આ પવિત્ર સ્થળથી ગુંજશે અને અન્ય તમામ સ્થળોએ ફેલાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News