કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો ફળ્યા
ખંભાળિયાથી ભાણવડ તરફના રસ્તામાં મગરની પીઠ જેવા ખાડા તેમજ આનાથી થતી હાલાકી અંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તેમજ સાંસદના પ્રયાસોથી ડામર રોડ બનાવવાની મંજૂરી સાંપળી છે. જેમાં ૧૫ કિલોમીટરના રસ્તાને નવેસરથી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાથી ભાણવડ તરફ જતા રસ્તે માંઝા તથા ખોખરી ગામ વચ્ચે વ્યાપક પ્રમાણમાં ખાડાઓ હોવા ઉપરાંત અહીં કરવામાં આવેલા થીગડાના કારણે છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પરના વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ બે ગામ વચ્ચેના આશરે ૧૫ કિલોમીટર જેટલા રસ્તાને નવેસરથી બનાવવા માટેની મંજૂરી સાંપડી છે. જેને લઈને ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયાનું જાણવા મળ્યું છે.
છેલ્લા આશરે એકાદ વર્ષથી ખંભાળિયા-ભાણવડ હાઈવેને પી.ડબલ્યુ.ડી. સ્ટેટ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની સોંપી દેવામાં આવ્યો છે. આ રસ્તાને નવેસરથી બનાવવા તથા રીપેરીંગનું કામ પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થઈ શકે તેમ હોવાથી ૧૫ કી.મી.નો આ રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી આ રસ્તા માટે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંબંધિત વિભાગને જાણ કરતા આ અંગેના પ્રયાસોને સફળતા મળી છે.
જેમાં આ રસ્તા માટે ટેન્ડરિંગ કરવામાં આવતા તેનું એબોવ ટેન્ડર આવવાના કારણે આ માટેની પ્રક્રિયા કરીને પોરબંદરના નેશનલ હાઈવેના ડેપ્યુટી ઇજનેર દ્વારા દિલ્હી ખાતે કેન્દ્રીય વિભાગને આ પ્રકરણ પ્રક્રિયા અર્થે મોકલવામાં આવ્યું છે.
જે આગામી સમયમાં પૂર્ણ થઈ અને આવતા ખંભાળિયાથી તદ્દન બિસ્માર હાલતમાં રહેલો ભાણવડ તરફનો ૧૫ કિલોમીટરનો માર્ગ નવો બનશે.
રાણાવાવથી ભાણવડ - ખંભાળિયાનો રસ્તો નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપવામાં આવ્યો છે. જેથી આ ઓથોરિટી દ્વારા રોડ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ ખંભાળિયા નજીકના માર્ગો ટનાટન બની જતા આ વિસ્તારના વાહન ચાલકોને ભારે રાહત બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech