પોરબંદરના વાડીપ્લોટમાં આવેલ જલારામ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીની ઓફિસને એક મહિનાથી તાળા લાગી જતા રોકાણકારો ચિંતાતુર બની ગયા હતા અને તંત્રએ તાળા તોડીને નવી કમિટીની નિમણૂંક કરી ઓડીટની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના વાડીપ્લોટ ખાતે આવેલ જલારામ ક્રેડીટ કો. ઓપ સોસાયટીનો સંચાલક દસ કરોડથી વધુ પિયાનું ફૂલેકુ ફેરવી નાશી છૂટતા નાના ધંધાર્થીઓથી લઇને વેપારીઓ અને નોકરીયાત વર્ગ ચિંતામાં મુકાયો છે. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નવી કમિટીની નિમણુક કરી ઓડીટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત જલારામ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીમાં અનેક લોકોએ વિશ્ર્વાસ કરી અને મોટી રકમ બચત માટે ભરી હતી અનેક લોકો માસિક બચત માટે પણ રકમ ભરતા હતા તો અનેક લોકોએ પોતાની મરણમૂડી ફિકસ ડીપોઝીટ પે આ સોસાયટીમાં રાખી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહી આવતો ન હતો અને હાલ લગભગ એકાદ માસથી આ સોસાયટીની ઓફીસ બંધ હાલતમાં છે. જેથી અહી બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે. એક દાયકામાં સંચાલકે હજારો લોકોનો વિશ્ર્વાસ જીતી લઇ કરોડોનું રોકાણ કરાવ્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
પુરાવા સાથે સોસાયટીની ઓફીસ ખાતે રજૂઆત કરો
આ અંગે જિલ્લા રજીસ્ટ્રાર પટેલને પૂછતા તેઓએ એવું જણાવ્યુ હતુ કે આ અગે જાણ થતા સોસાયટીના સભ્યોને નવી કમિટી નીમવા આદેશ આપ્યો છે. જેથી નવી કમિટીની રચના થઇ છે. કમિટી દ્વારા કોની કેટલી રકમ છે તે અંગે ઓડીટ કરી રીપોર્ટ સોંપવામાં આવશે આથી જેની કોઇપણ રકમ ફસાઇ હોય તે સોસાયટીની ઓફિસ ખાતે પુરાવાની ઝેરોકસ સાથે જઇ જાણ કરે તેવો પણ તેઓએ અનુરોધ કર્યો હતો.
નવી કમિટીની રચના અંગે જાણ
પોરબંદર જિલ્લા રજીસ્ટારની સુચના મુજબ જલારામ ક્રેડીટ સોસાયટીની નવી કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી એકાઉન્ટ ઓડીટ કરાવવા માટે કાર્યવાહી કરશે અને દરેક લોનધારકે તેમની લોનના માસિક હપ્તા, ચડત હપ્તા ચેક દ્વારા ભરી શકાશે. તા. ૩૦ નવેમ્બર સુધીમાં કાર્યવાહી કરવાની રહેશે. તા. ૧-૧૨ બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવુ જાહેર કરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech