કેસ પાછો ખેંચવા મામલે કોર્ટે આરોપીને કરેલો કમ્પાઉન્ડિંગ ચાર્જનો હુકમ હાઇકોર્ટ દ્રારા રદ

  • December 29, 2023 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એકટ હેઠળના ઉલટ તપાસ બાદ દલીલના તબક્કે પહોંચી ગયેલા કેસમાં ફરિયાદીએ કેસ બિનશરતી પાછો ખેંચી લેવા મામલે અદાલત દ્રારા આરોપીને કરાયેલો રૂપિયા ૨૦,૦૦૦ કમ્પાઉન્ડિંગ ચાર્જ જમા કરાવવાનો હુકમ હાઇકોર્ટે રદ કરી દીધો છે.
આ અંગેની હકીકત મુજબ નાણાકીય વ્યવહારો બાબતે મોરબીના રક્ષિત પ્રફુલભાઈ દેલવાડિયાએ નિકુંજ રમેશભાઈ કુંભાણી સામે ૩.૫૦ લાખનો ચેક રિટર્ન થયા અંગેની ફરિયાદ મોરબી જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધાવી હતી આ કેસમાં ફરિયાદીની ઉલટ તપાસ અને આરોપીનું વિશેષ નિવેદન લેવાયા બાદ કોર્ટ બાદ ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ જતા રક્ષિત દેલવાડીયા એ પોતાની ફરિયાદ બિનશરતી પાછી ખેંચી લેવાની પુરશીશ આપી હતી, તેમાં અદાલતે આરોપી નિકુંજ કુંભાણીને પિયા ૨૦,૦૦૦ દડં મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં જમા કરાવવા હુકમ ફરમાવ્યો હતો, પરંતુ નિકુંજ કુંભાણીએ રકમ જમા કરાવી ન હતી, આથી અદાલત દ્રારા વોરટં ઈશ્યુ કરાતા નિકુંજ કુંભાણીએ હાઇકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન (કવોશિંગ) કરી હતી, તેમાં હાઇકોર્ટે યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્રારા આરોપીને દંડાત્મક આદેશ લોક દરમ્યાન ફરિયાદ નીચે થયેલો હોવાનો હત્પકમ સેટ એસાઈ ફરમાવ્યો છે. આ કામમાં આરોપીના બચાવમાં નિકુંજ રમેશભાઈ કુંભાણી વતી ધર્યવાન ડી. ભટ્ટ તથા ગોંડલીયા એસોસિએટસનાં જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાધેલા, કરણ ડી. કારિયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોપાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, પારસ શેઠ, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા તથા મયુર ગોંડલીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application