BREAKING NEWS

વોર્ડ નં-9ના કાઉન્સિલરોએ દોઢ ઇંચ થી બે ઇંચની કાકરી નાખી દેતા લોકોને હાલાકી પડી

  • July 25, 2026 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 ના કાઉન્સિલરો દ્વારા રોડ પર નાની કેનાલ થી રાધે કૃષ્ણ સ્કૂલ સુધીના વિસ્તારમાં આજે દોઢ ઇંચ થી બે ઇંચની કાકરી નાખીને લોકોને હાલાકી ભોગવી રહ્યા છે તેમજ ટુ-વ્હીલરો ફોરવીલરો રાહદારીઓ પડી જવાની પૂરેપૂરી સંભાવના છે તેના કારણે અનગરપાલિકાનાઅસ્થિ ભંગ થવાની સભાવના સેવાઇ રહી છે. મોરબી મહાનગરપાલિકા ના આ વિસ્તાર ના કાઉન્સિલરો દ્વારા પોતાનું અક્કલનું પ્રદર્શન કરેલ હોય તેવું સૌ કોઈ આ વિસ્તારના લોકો મોઢે ચર્ચા કરી રહ્યા છે આ વિસ્તારની અંદર અંદાજિત 40 થી 45 જેટલી એપાર્ટમેટો તેમજ અનેક નાની મોટી સોસાયટીઓ આવેલી છે અંદાજિત 25 થી 30 હજાર માણસો આ વિસ્તારની અંદર રહે છે આ લોકોને રોજ સવારે ઊઠીને પોતાના ધંધાર્થે કે અન્ય કામથી જવા માટે આ રોડ મુખ્ય માર્ગ છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોના જાણ અનુસાર જો તાત્કાલિક ધોરણે મેટલના  ઉપર ભુસી નાખવા મા આવે તો લોકોને હાલાકી ભોગવી નહીં પડે. તેવરસાદી સીઝન મા ખાડામાં પાણી  ભરાઈ જવાના કારણે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.મોરબી મહાનગરપાલિકા ની આ વખતની ચૂંટણીમાં લોકોએ ખોબલે ખોબલે મતો આપી ભાજપને સંપૂર્ણપણે 52 સીટો આપેલી છે ત્યારે હવે ચૂંટાયેલા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ રાજય મંત્રીશ્રી . મહાનગરપાલિકા ના ચુટાયેલા સદસ્યો. મોરબી શહેર ભાજપ ના પ્રમુખ. તેમજ ભાજપ ના કાયૅકરો બાબતે તાત્કાલિક લોકોને હાલાકી ભોગવી ન પડે તે માટે તાત્કાલિક કાળીભૂંસી નાખવા મા આવે તેવી માગ ઉઠી રહી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application