સોમનાથ-ભાવનગર હાઇવે પર કારે પલટી મારી

  • August 19, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથ-ભાવનગર ફોરટેક હાઇવે પર આવેલ કોડીનારનાં પેઢાવાડા ગામ નજીક એક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તાની સાઈડમાં ઉભેલ રહેલ બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમા કાર રસ્તાની સાઈડમાં પલ્ટી ખાઇ જતા કારમાં બેઠેલા વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

કોડીનારનાં પેઢાવાડા ગામ નજીક હાઇવે પર સાઈડમાં એક બાઈક પાર્ક કરેલ હોય અને ત્યાંથી પસાર થઈ રહેલી કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક કાર બાઇકને હડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં કાર ચાલકે બાઈકને 30 ફીટ દૂર ઉડાવી હતી. અને કાર રસ્તાની સાઈડમાં ગટરમાં વઇ ગઇ હતી. કારમાં ચાર લોકો સવાર હોય તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કારમાં સવાર લોકો અમદાવાદનાં હોવાનું જાણવા મળ્યું તમામઙ્ગે ઇમરજન્સી 108 દ્વારા કોડીનાર રાનાવાળા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application