લુખ્ખાગીરી: ભેળમાં કોથમીર કેમ નાખી કહી ધંધાર્થીને છરીના ઘા ઝીંકયા

  • August 16, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ નજીવી બાબતે મારામારી અને છરી વડે હત્પમલાની ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરના લાખના બંગલા પાસે કારમાં ભેળ ખાવા આવેલા ત્રણ શખસોએ ભેળમાં કોથમીર શું કામ નાખી? તેમ કહી ધંધાર્થીને મારમારી છરીના બે ઘા ઝીંકી દીધા હતા. જોકે ત્રણમાંથી એક શખસને લોકોએ પકડી રાખ્યો હતો. યારે અન્ય બે શખસ નાસી ગયા હતા. હત્પમલામાં ઘવાયેલા ધંધાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગૌતમ નગર શેરી નંબર ૫ માં રહેતા રવિ કુકાભાઈ સોહલા (ઉ.વ ૧૯) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ તે લાખના બંગલા પાસે ૮૦ ફુટ રોડ પર માતિ હોલ નજીક પોતાની ભેળની રેકડી રાખી ઉભો હતો ત્યારે કારમાં ત્રણ શખસો આવ્યા હતા અને ભેળનો ઓર્ડર આપ્યો હતો. યુવાને ભેળમાં ડુંગળીની સાથે કોથમીર નાખી હોય જેથી ત્રણ પૈકી એક શખસે કહ્યું હતું કે, ડુંગળી સાથે કોથમીર શું કામ નાખી છે? તેમ કહી ગાળો આપી હતી યુવાને ગાળો આપવાની ના કહેતા આ શખસ ગાડીમાંથી બહાર આવી યુવાનને કહ્યું હતું કે, માં નામ રવિરાજ રાણા છે તું મારી સામે કેમ બોલ્યો તેમ કહી છરી કાઢી હતી. બાદમાં તેની સાથેના કલ્પેશ અને વિક્રાંતે યુવાનને પકડી રાખ્યો હતો.રવીરાજે યુવાનને છરીના બે ઘ ઝીંકી દીધા હતા. બૂમાબૂમ થતા યુવાનને બચાવવા તેના મિત્રો આવ્યા હતા અને તેને વધુ મારમાંથી બચાવ્યો હતો આ દરમિયાન બે શખસો ભાગી ગયા હતા યારે વિક્રાંતને લોકોએ પકડી રાખ્યો હતો.બાદમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી


ડોન હોય તો એના ઘરનો તેમ કહેતા યુવાન પર કુહાડી વડે હત્પમલો કરાયો
ગીરનાર ટોકીઝ પાછળ ભીલવાસ શેરી નં.૨ માં રહેતાં રફીકભાઈ કાસમભાઇ દલવાડી (ઉ.વ.૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સદામ ઉર્ફે કડો શમશેરનું નામ આપ્યું છે.યુવાને જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તે ઇગલ પેટ્રોલપંપથી આગળ બસીરભાઈના ભંગારના ડેલાની સામે ઉભો હતાં તે દરમિયાન તેનો મીત્ર ઇમરાન ચૌહાણ આવેલ અને બન્ને વાતો કરતા હતા ત્યારે થોડીવારમા સદામ ઉર્ફે કડો શમશેર આવેલ જેથી ઇમરાનભાઇએ કહેલ કે, આ સદામ ડોન આવ્યો જેથી મજાક મસ્તીમા જણાવેલ કે, ડોન હોય તો તેના ઘરનો આપણે શું? તેમ કહેતા સદામ ગુસ્સો કરી ત્યાથી જતો રહેલ અને થોડીવારમાં સદામ તેનુ એકટીવા લઇને આવ્યો હતો અને ગાળો આપી કહેવા લાગેલ કે, તુ શું કહેતો હતો ડોન હોય તો ઘરનો તેમ કહી તેના એકટીવામાથી કુહાડી કાઢતા ફરીયાદી ભાગવા ગયેલ તો કુહાડીનો એક ઘા બેઠકના ભાગે ઝીંકી દીધો હતો.યુવાનને ઈજા થતાં ત્યાં જ ઢળી પડો હતો.અને સદામ અહીંથી નાસી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application