સમસ્ત સીદી જમાત જામનગરનો વહીવટ બરાબર ચાલી રહ્યો છે, કોઇ રૂકાવટ નથી

  • December 17, 2024 11:19 AM 

જિલ્લા કલેકટરને પત્ર લખીને સીદી જમાત દ્વારા વિગતો આપવામાં આવી


સમસ્ત સીદી જમાત, જામનગરનો વહીવટ રાબેતા મુજબ સારી રીતે અને નિરંતર ચાલુ છે, એવો પત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યો છે અને સાથે છેલ્લા છ માસની જમાતની કામગીરીની ટુંકી વિગતો પણ અપાઇ છે.


સમસ્ત સીદી જમાતના જામનગરના પ્રમુખ ઇબ્રાહીમભાઇ એ. મુરીમા, સેક્રેટરી અખ્તર ઇસ્માઇલભાઇ વગીન્ડા દ્વારા જિલ્લા કલેકટરને લખાયેલા પત્રમાં અપાયેલી વિગતો અક્ષરસ નીચે મુજબ છે.


પત્રમાં જણાવાયું છે કે જામનગર શહેરમાં વસવાટ કરતા અનુસુચિત જનજાતિ સીદી જમાતનું ગુજરાત રાજ્ય વફક બોર્ડ, ગાંધીનગર ખાતે વકફ રજી. નં. બી-322, જામનગરથી નોંધણી થયેલ છે અને આ વફક સંસ્થાનું સમગ્ર દેખરેખ (સંચાલન) પણ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા વકફ કાયદા-1995 ની જોગવાઇઓ મુજબ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ કરવામાં આવી રહેલ છે અને આ સાથે રજૂ થયેલ તા. 01/10/ર0ર4 ના પ્રમાણપત્ર મુજબ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પી.ટી.આર. દફતરે અમો ટ્રસ્ટીઓ-મુતવલ્લીઓના નામો નોંધાયેલ છે. જેની મુદ્દત પૂર્ણ થતાં ફરીથી નવા ટ્રસ્ટીઓ-મુતવલ્લીઓના નામો અંગેના ફેરફાર રીપોર્ટ પણ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજુ થયેલ છે. જે ફેરફાર રીપોર્ટથી વિઘ્ધ અમારી જમાતના એક ગ્રુપ તરીકે ઓળખાતા અમુક ગણ્યા ગાઠ્યા વ્યક્તિઓનું ગ્રુપ પણ ફેરફાર રીપોર્ટ રજૂ કરેલ છે. જે બંને ફેરફાર રીપોર્ટ હાલ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સમક્ષ વિચારધીન છે.


આપ સમક્ષ ખોટી, ઉપજાવી કાઢેલ અને બેબુનિયાદ આક્ષેપવાળી, આધાર પુરાવા વિનાની માત્ર છાપાઓ તેમજ સોશિયલ મીડીયામાં પ્રચાર કરવાના અભરખા સાથેની કરેલી અરજીની તમામ વિગતો સંપૂર્ણપણે ખોટી હોય જે ઘ્યાને લેવા યોગ્ય ન હોય તેઓએ કરેલી અરજી દફતરે કરવા અમારી વિનંતી છે.


અમારી સમસ્ત સીદી જમાતનું તમામ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક તેમજ અન્ય કામગીરીઓ અગાઉની જેમ આજે પણ નિરંતર રીતે ચાલુ છે અને અમારી ઓફિસ દરરોજ સવારે 10 થી 1ર અને સાંજે 6 થી 8 ના સમય દરમિયાન નિયમિત રીતે ખુલ્લી રહે છે અને અમારી જમાતની તમામ કામગીરીઓ અમારી ઓફિસમાંથી સંપૂર્ણ રીતે ચાલી રહી છે. તેની માત્ર છેલ્લા છ માસની કામગીરીની ટુંકી માહિતી આ સાથેના લીસ્ટ તેમજ આધાર પુરાવા સાથે આપના ઘ્યાન પર મુકેલ છે. જે ઘ્યાને લેવા વિનંતી છે.


આ પત્રમાં જમાત દ્વારા છેલ્લા છ માસમાં નિકાહ, સગાઇ, મરણપત્ર, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણિક કાર્યો સહિતની થયેલી કામગીરી પણ પુરાવાપે આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News