મોરબીના ખાનપર ગામે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો

  • November 11, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ખાનપર ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી હતી અને હત્યારો પતિ મૃતદેહ ગાડીમાં લઈને ૪૫૦ કિલોમીટર અંતર કાપી છોટા ઉદેપુર પત્નીના પિયર લઇ ગયો હતો જે બનાવના પગલે મૃતક મહિલાના પુત્રએ પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
​​​​​​​
મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ ખાનપર ગામની વાડીએ રહીને મજુરી કરતા હસમુખ રેમલાભાઈ નાયકા (ઉ.વ.૨૪) નામના યુવાને આરોપી પિતા રેમલાભાઈ દેસીંગભાઈ નાયકા (ઉ.વ.૪૬) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની માતા ઝીણકીબેન રેમલાભાઈ નાયકા રહે હાલ ખાનપર વાળા વાડીએ હોય ત્યારે ફરિયાદીના પિતા રેમલાભાઈએ કોઈ કારણોસર દાંતરડાના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી રેમલાભાઈ નાયકાને ઝડપી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application