‘તારી હિંમત કેમ થઈ કેપ્ટને નચવવાની ?’, PM મોદીનો કુલદીપ યાદવને સવાલ, VIDEO માં જુઓ બધા ખેલાડીઓનો રિસ્પોન્સ

  • July 05, 2024 11:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં બાર્બાડોસમાં રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. 2011માં ODI વર્લ્ડ કપ જીત્યાના 13 વર્ષ બાદ ભારતે વર્લ્ડ કપ જીત્યો છે. ભારત પરત ફરેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના તમામ ખેલાડીઓ સૌથી પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડ સાથે લાંબી વાતચીત કરી હતી. તેનો વીડિયો શુક્રવારે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. સ્પિનર કુલદિવ યાદવ સાથે વાત કરતી વખતે પીએમ મોદીએ તેમને મજાકમાં પૂછ્યું કે કેપ્ટનને ડાન્સ કરાવવાની હિંમત કેવી રીતે કરી?

એક પછી એક તમામ ખેલાડીઓ સાથે વાત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કુલદીપ યાદવ સાથે પણ વાત કરી. સૌથી પહેલા તેણે કુલદીપને પૂછ્યું કે તેને કુલદીપ કહેવો જોઈએ કે દેશદીપ? આના પર કુલદીપે જવાબ આપ્યો, સર, હું દેશનો છું. ભારત માટે તમામ મેચ રમવી સારી લાગે છે. હું ખૂબ જ ગર્વ અનુભવું છું. જો ટીમમાં મારી ભૂમિકા આક્રમક સ્પિનરની હોય તો હું મધ્ય ઓવરોમાં બોલિંગ કરું છું. હું હંમેશા મધ્ય ઓવરોમાં વિકેટ લેવાનો પ્રયત્ન કરું છું. જો ઝડપી બોલરો સારી શરૂઆત આપે તો વચ્ચેની ઓવરોમાં બોલિંગ કરવી થોડી સરળ બની જાય છે. આ પછી પીએમ મોદીએ રમૂજી અંદાજમાં પૂછ્યું, 'કુલદીપ, કેપ્ટનને ડાન્સ કરાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ?' આ સાંભળીને સ્પિનર સહિત બાકીના ખેલાડીઓ હસવા લાગ્યા. કુલદીપે હસીને કહ્યું કે મેં કેપ્ટનને ડાન્સ નથી કરાવ્યો.

તેણે વધુમાં કહ્યું કે મેં તેને આ ડાન્સ કરવાનું કહ્યું હતું. જ્યારે તેણે (રોહિત) કહ્યું કે તેણે કંઈક નવું કરવું જોઈએ, ત્યારે મેં તેને કહ્યું કે તે આ બેબી સ્ટેપ કરી શકે છે. મેં તેને કહ્યું તેમ તેણે કર્યું નહીં. વાસ્તવમાં જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટ્રોફી લેવા જઈ રહ્યો હતો ત્યારે તે અલગ અંદાજમાં ડાન્સ કરતો આવ્યો હતો. આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. વીડિયોની શરૂઆતમાં પીએમ મોદીએ રોહિત શર્માની સ્ટાઈલનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે તે ટ્રોફી લેવા જઈ રહ્યો હતો ત્યારે તેણે ડાન્સ કર્યો હતો. જેના પર રોહિત શર્માએ જવાબ આપ્યો કે અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. રોહિતે કહ્યું, "છોકરાઓએ કહ્યું હતું કે, આ રીતે ન જાઓ, કંઈક અલગ કરો." આના પર પીએમ મોદીએ પૂછ્યું કે શું આ ચહલનો આઈડિયા છે, જેના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે તે ચહલ અને કુલદીપનો આઈડિયા હતો. આ સાંભળીને ત્યાં હાજર તમામ ખેલાડીઓ હસવાનું રોકી શક્યા નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application