ગૃહમંત્રી સવાર હતા તે વંદે ભારત ટ્રેન પર બિલેશ્વવર નજીક પથ્થરમારો થયો

  • December 08, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફર બનીને સામાન્ય વ્યકિતની માફક હેમખેમ પહોંચ્યા તો ખરા પરંતુ જે ટ્રેનમાં તેઓ મુસાફરી કરી રહયા હતા એ ટ્રેન પર જ થયેલા પથ્થરમારાએ રેલવે પોલીસ તથા રેલવે તંત્રને હચમચાવી નાખ્યા છે. બન્ને તત્રં આજ સવારથી જ દોડધામમાં પડી ગયા છે કે, પથ્થરમારો કરનાર કોણ ? ગૃહમંત્રી સવાર વંદે ભારત ટ્રેન પર થયેલા પથ્થરાવે ભારે ચકચાર જગાવી છે.


રાયના ગૃહમંત્રી ગઈકાલે છ કલાકે સાંજે અમદાવાદથી ઉપડતી ૨૨૯૨૫ નંબરની વંદે ભારત ટ્રેનમાં રાજકોટ આવ્યા હતા. તેઓ રાત્રે નવ કલાકે અહીં પહોંચ્યા. સમારોહમાં હાજરી આપી એસટી વિભાગની બસ મારફતે ફરી રાત્રે અમદાવાદ જવા નીકળી ગયા હતા. આજે સવારે એવી વિગતો  બહાર આવી હતી કે, ગઈકાલે ગૃહમંત્રી જે ટ્રેનમાં આવ્યા એ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ટ્રેનના કોચ નં.સી–૪ અને સી–૫ પર પથ્થરમારો થયો હતો. પથ્થર કોચના કાચ પર લાગ્યાની તસવીર પણ વાયરલ થઈ છે.


ગૃહમંત્રી સવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની વાતના પગલે રાજકોટ રેલવે વિભાગ સુરક્ષા એજન્સી રાજકોટ આરપીએફ, જીપીએફ પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા. આરંભે તો રેલવે જંકશન પાસે જ પથ્થર ફેંકાયાની વાત ઉડી હતી. જો કે, બન્ને વિભાગના સુત્રોએ એવી પુષ્ટ્રી કરી હતી કે, રાજકોટ પોલીસની રેલવે હદમાં રેલવે ટ્રેક પર પ્રોટોકોલ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો જ હતો અને રેલવે જંકશન પાસે આવી કોઈ ઘટના બની નથી. રેલવે પોલીસ અને રેલવે તત્રં બન્ને પથ્થરમારો થયો કયાં અને કેવી રીતે તે શોધવા કામે લાગ્યા હતા.
દરમિયાનમાં એવી માહિતી બહાર આવી હતી કે, ટ્રેન બિલેશ્ર્વર સ્ટેશન પાસે પહોંચી હતી ત્યારે સ્ટેશનના ત્રણેક કિ.મી.ના અંતરે પથ્થર ફેકાયા હતા. પથ્થર ફેકનાર કોણ ? કોઈ ટીખળીએ પથ્થર ફેંકયો, માનસીક અવસ્થ વ્યકિતએ ફેંકયો કે બાળકોએ રમતા રમતા પથ્થરના ઘા કર્યા હશે ? આવી બધી બાબતો ઘુમરાઈ રહી છે. પોલીસે હવે પથ્થર બાજની શોધ કરવા રાજકોટથી લઈ બિલેશ્ર્વર સુધીના રેલવે ટ્રેક વિસ્તારમાં તપાસના ઘોડા દોડાવ્યા છે.


રેલવેના સુત્રોએ પથ્થર ફેંકવાથી ટ્રેનમાં ખાસ કોઈ નુકસાન નથી. કોચના એક કાચમાં તીરાડ પડી છે. કોઈને ઈજા પણ થઈ નથી કે ટ્રેનના કોચમાં કોઈ પથ્થર પણ પડયો નથી. પથ્થર ફેંકાયો છે તે બિલેશ્ર્વર રેલવે સ્ટેશન આસપાસ ફેંકાયાનું તત્રં દ્રારા સ્વીકારાયું છે. આ અંગે હાલ તો અજાણ્યા શખસ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

ગૃહ રાજય મંત્રી સામાન્ય મુસાફરની જેમ ટ્રેનમાં રાજકોટ આવ્યા, એસટીમાં અમદાવાદ ગયા
ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જાણીતા કિસાન નેતા આર.સી.ફળદુના પરિવારમાં યોજાયેલા લ પ્રસંગમાં હાજરી આપવા માટે ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવી વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ થી રાજકોટ આવી પહોંચ્યા હતા અને રાજકોટથી એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ અમદાવાદ પહોંચ્યા હતા. ગૃહ રાય મંત્રી વંદે ભારત ટ્રેનમાં રાજકોટ પહોંચ્યા ત્યારે રેલ્વે સ્ટેશન પર તેનું પોલીસ અધિકારીઓએ સ્વાગત કયુ હતું. આ તકે ઉપસ્થિત મિડીયા સાથેની વાતચીતમાં ગૃહરાયમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતની ફાસ્ટેટ ટ્રેનમાં જેનો સમાવેશ થાય છે તે વંદે ભારત ટ્રેનમાં ામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરવાનો મારો અનુભવ ઘણો આહલાદક રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આ મોટી ભેટ આપી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ ટ્રેનનો લાભ લઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ સામે ગુજરાત સરકાર મક્કમ કાર્યવાહી કરી રહી છે અને ગુજરાત પોલીસ ડ્રગ સામે લડાઈ લડે છે તે અભિનંદનને પાત્ર છે. ટ્રેનમાં રાજકોટ આવી આર.સી.ફળદુના પરિવારમાં યોજાયેલા પ્રસંગમાં હાજરી આપી પૂર્વ રાયમંત્રી એસટી બસમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. ગઈકાલે રાત્રે ૦૪:૪૫ વાગે રાજકોટ થી  ૦૭  ૪૩૪૩ નંબરની દ્રારકા ગાંધીનગર ટની બસમાં તે નીકળ્યા હતા અને રાત્રે પોણા ત્રણ વાગે અમદાવાદ પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application