પોરબંદરવાસીઓના અનેક પડતર પ્રશ્ર્નો છે જેના નિરાકરણ માટે ધારાસભ્યએ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સૂચના આપી હતી.
પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લઈ આવવા અંગે કલેક્ટરએ સબંધિત કચેરીઓના અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ સેવા સેતુ કાર્યક્રમનું સુચાં આયોજન અને ‘સ્વચ્છતા હી સેવા’ તથા આગામી સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આગોતરા આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેક્ટરે જિલ્લાની વિવિધ કચેરીઓના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માર્ગદર્શન આપ્યું હતું, નાગરિક સેવાને ગુણવતાલક્ષી બનાવવા આયોજન કરવા જણાવ્યું હતું.
વિકાસના કામોની જરી દરખાસ્ત તેમજ બાકી વસૂલાત પૂર્ણ કરવા અને સબંધિત વિભાગના પરામર્શમાં કામગીરી કરવા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ઉપલક્ષમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા વિશેની થીમ પર જન જાગૃતિ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાનની આ મુહિમમાં જોડાવા અપીલ કરી હતી. સાથોસાથ સેવા સેતુ કાર્યક્રમનું સુચા આયોજન થાય અને અરજદારોને કોઈ પ્રકારની અગવડતા વગર સરળતાથી લાભ મળી રહે તે પ્રકારે સેવા સેતુના કાર્યક્રમમાં યોજવા સૂચના આપી હતી. અધિકારીઓને આગામી ગરીબ કલ્યાણ મેળાના આગોતરા આયોજન અંગે પણ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રોડ રસ્તાને લગતા પ્રશ્ર્નો તેમજ જમીન સંપાદન અને શૈક્ષણિક સુવિધાઓને લગતા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવા જરી સૂચનો આપ્યા હતા. તંત્ર દ્વારા ધારાસભ્યના સૂચનોને ધ્યાને લઈ અધિકારીઓ સંકલનમાં રહી પરામર્શ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે ખાતરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર આર.એમ. રાયજાદા, રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી, જિલ્લા અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech