ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ હતો. આ મેચમાં ભારતનો પ્રથમ દાવ માત્ર 150 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. હવે મેચનો બીજો દિવસ કાલે રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી પર્થમાં યોજાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સુસ્ત રહી અને 150 રન સુધી જ સિમિત રહી. ઓસ્ટ્રેલિયાની ટીમ 67 રનમાં 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી છે. ભારતીય ટીમ હજુ પણ મેચમાં 83 રનથી આગળ છે.
ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે ભારતને હેટ્રિકની તક છે. આ 'મહાસિરીઝ'માં કુલ 5 મેચો રમાવાની છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMસીએમએ કોર્પોરેટરોને કહ્યું આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો જવાબ આપીશ
June 07, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech