ઈંગ્લેન્ડમાં ભારે મંદીના વાગી રહેલા ભણકારા

  • September 23, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈંગ્લેન્ડનું ખાનગી ક્ષેત્ર એક દાયકા કરતાં વધુ પહેલાં વૈશ્વિક નાણાકીય કટોકટી પછી નોકરીમાં કાપના સૌથી ઝડપી દરને સહન કરી રહ્યું છે. એસએન્ડપી ગ્લોબલના નવા ડેટા દર્શાવે છે કે શ્રમ બજાર ઢીલા થવાના સંકેતો સાથે રાષ્ટ્ર્ર મંદી તરફ સરકી શકે છે. એસએન્ડપી ગ્લોબલ દ્રારા નવીનતમ સંયુકતપર્ચેજીગં મેનેજર્સ ઇન્ડેકસ (પીએમઆઈ) અનુસાર સપ્ટેમ્બર માટેનું રીડિંગ, ઓગસ્ટમાં ૪૮.૬ થી ઘટીને ૪૬.૮ થયું હતું. આ તીવ્ર ઘટાડાએ અર્થશાક્રીઓની અપેક્ષાઓ વટાવી દીધી છે અને ખાનગી ક્ષેત્રને સંકોચનના ક્ષેત્રમાં વધુ આગળ ધકેલ્યું છે.

એસએન્ડપી ગ્લોબલે રોજગાર લેન્ડસ્કેપમાં ભારે પરિવર્તન તરફ અંગુલીનિર્દેશ કર્યેા છે કે ઓકટોબર ૨૦૦૯ પછી કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાનો આ સૌથી ઝડપી દર છે. આ ઘટસ્ફોટ યુકેની આર્થિક સ્થિરતા અંગેના હાલના ભયને વધુ તીવ્ર બનાવે છે. યુકેમાં મંદી વધુને વધુ સંભવિત દેખાઈ રહી છે, બ્લૂમબર્ગે  ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સનાં ચીફ બિઝનેસ ઈકોનોમિસ્ટ ક્રિસ વિલિયમસનને ટાંકીને જણાવ્યું હતું.વિલિયમસનના જણાવ્યા મુજબ, રોજગાર દરમાં ઘટાડો, વેતન માટે બાર્ગેઈન કરવાની શકિતને ગંભીરપણે નબળી પાડે છે. ફગાવાના ધ્ષ્ટ્રિકોણમાં એક મુખ્ય ચિંતા વેતન વૃદ્ધિ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.પ્રાઈવેટ સેકટરમાં ધંધો ઘટી રહ્યો છે જે માર્ચ ૨૦૦૯ પછી તેની સૌથી વધુ મંદી નોંધે છે. આ મંદી ઓપરેટીંગ ખર્ચ અને વધતા વ્યાજ દરોમાં સંકટને આભારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application