મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેના કારણે જૂના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ અપાશે. આ ઉપરાંત ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જની રકમમાં પણ રાહત મળશે.
આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. તદઅનુસાર હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.
આ વન ટાઈમ ફી નું ધોરણ EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૧૦ હજાર, MIG માટે રૂ. ૧૪ હજાર અને HIG માટે રૂ. ૨૦ હજાર સૂચવવામાં આવ્યું છે. ફ્લેટ પ્રકારના મકાનો માટે અન અધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે, જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે. એટલે કે ૨૫ ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.૧૦ હજાર, LIGમાં રૂ. ૨૦ હજાર, MIGમાં રૂ. ૩૦ હજાર અને HIGમાં રૂ. ૬૦ હજાર પ્રમાણે લેવાશે.
આ ઉપરાંત ૨૫ ચોરસ મીટર કરતાં વધારે અન અધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ. ૨૦ હજાર, LIGમાં રૂ. ૪૦ હજાર, MIGમાં રૂ. ૬૦ હજાર અને HIGમાં રૂ. ૧ લાખ ૨૦ હજાર પ્રમાણે નિયત કરી દેવાશે.
મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની ૧૦૦ ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. ૧ હજારના સ્થાને વન ટાઈમ વસુલાત EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૪ હજાર, MIG માટે રૂ. ૬ હજાર અને HIG માટે રૂ. ૧૦ હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના વિશાળ હિતમાં તેમને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતા આ નિર્ણયો કર્યા છે. આવા જન હિતકારી નિર્ણયને કારણે જુના અને જર્જરીત મકાનોના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા સુગમ અને ઝડપથી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશનર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી.ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech