સ્પર્ધાત્મક યુગમાં આપણે મોટા આંચકા કે મુશ્કેલીઓનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર હોઈએ છીએ, પરંતુ રોજિંદા જીવનની નાની-અકળામણો આપણને અંદરથી ખોખલી કરી રહી છે.
સવારે સમયસર ઓફિસ ન પહોંચી શકવાનો ડર,મેસેજનો તુરંત જવાબ આપવાનું દબાણ કે ઘર અને કરિયર વચ્ચે તાલમેલ બેસાડવાની મથામણ જેવી બાબતો 'માઇક્રો સ્ટ્રેસ' (Micro Stress) તરીકે ઓળખાય છે. આ એક એવો અદ્રશ્ય તણાવ છે જે રોજ થોડો-થોડો જમા થઈને ભવિષ્યમાં મોટી શારીરિક અને માનસિક વ્યાધિઓને જન્મ આપે છે.
ચિંતાજનક પાસું:- શરીર નાના-મોટા તણાવ વચ્ચે ભેદ નથી કરી શકતું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણી નર્વસ સિસ્ટમ ગંભીર સંકટ અને સામાન્ય રોજિંદી ચિંતા વચ્ચે તફાવત પારખી શકતી નથી. પરિણામે, જ્યારે માઇક્રો સ્ટ્રેસ સતત ચાલુ રહે છે, ત્યારે શરીર લાંબા સમય સુધી હાઈ-એલર્ટ મોડ પર રહે છે.
આ સ્થિતિ વ્યક્તિને નીચે મુજબના ગંભીર લક્ષણો તરફ ધકેલે છે
ભાવનાત્મક પરિવર્તન:- કારણ વગર મૂડ બગડવો, અસુરક્ષાની લાગણી, ચિંતા અને સતત ચીડિયાપણું રહેવું.શારીરિક સંકેતો: પૂરતો આરામ કરવા છતાં ક્રોનિક થાક લાગવો, વારંવાર માથું દુખવું કે સ્નાયુઓ ખેંચાવા.
માનસિક ક્ષમતામાં ઘટાડો:-નિર્ણય લેવામાં કે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી.
આંતરિક નુકસાન:- અનિદ્રા અને બોડીની રોગપ્રતિકારક શક્તિ (Immunity) નું સ્તર કથળવું.
સૌથી વધુ અસર કોના પર થાય છે?
આ આધુનિક તણાવનો ભોગ કોઈપણ વ્યક્તિ બની શકે છે, પરંતુ ઓફિસમાં ટાર્ગેટ અને ડેડલાઇન વચ્ચે જીવતા કોર્પોરેટ કર્મચારીઓ, અતિ સંવેદનશીલ લોકો તેમજ દરેક બાબતમાં 'પરફેક્શન' આગ્રહી લોકો આના પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. ડિજિટલ ગેજેટ્સનો અતિરેક અને સોશિયલ લાઈફથી અંતર આ સમસ્યાને વધુ વેગ આપે છે.
જીવનશૈલીમાં આ 5 ફેરફારો કરીને મેળવો મુક્તિ
હેલ્થ એક્સપર્ટ્સ આ અદ્રશ્ય માનસિક બોજમાંથી બહાર નીકળવા માટે કેટલીક વ્યવહારુ ટિપ્સ આપે છે:
પ્રાધાન્ય નક્કી કરો (સીમાઓ બાંધો):-દરેક કામ પોતાના માથે લેવાને બદલે અક્ષમ્ય પરિસ્થિતિઓમાં નમ્રતાપૂર્વક 'ના' કહેવાની કળા કેળવો.
ડિજિટલ ડિટોક્સ:- દિવસ દરમિયાન સતત સ્ક્રીન સામે બેસી રહેવાને બદલે દર કલાકે થોડી મિનિટોનો વિરામ લો અને સોશિયલ મીડિયાનો વપરાશ મર્યાદિત કરો.
માઇન્ડફુલનેસ અપનાવો:- રોજિંદી દિનચર્યામાં ઊંડા શ્વાસ લેવાની કસરત (બ્રીધિંગ) અથવા હળવા ધ્યાનને સ્થાન આપો.
સંવાદ સાધો:- મનની મૂંઝવણોને અંદર દબાવી રાખવાને બદલે સ્નેહીજનો કે મિત્રો સાથે મુક્ત મને ચર્ચા કરો.