શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ’તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ એક માનવ અને રોબોટ વચ્ચેની પ્રેમકથા છે. આ પહેલા પણ ભારતમાં ’એન્થિરન’ (રોબોટ) અને ’લવ સ્ટોરી ૨૦૫૦’ જેવી ફિલ્મો બની ચૂકી છે. આ પ્રકારનો પ્રયોગ બોલિવુડમાં ક્યારેય સફળ નથી થયો. ઝઇખઅઞઉંમાં પણ કંઈ જ નવું ઉમેર્યા વિના એક રોમ કોમ વિષય ઉઠાવીને તેને ફેમિલી ડ્રામાના ચોકઠાંમાં યેન કેન પ્રકારેણ ફીટ કરી દેવાયો છે.
એક સારી ફિલ્મ બની શકે એવા રસપ્રદ વિષય પર વ્યવસ્થિત કામ કેમ નથી કરવામાં આવતું? શા માટે તેમનું લેખન યોગ્ય રીતે નથી થતું? ઝઇખઅઞઉંના ટ્રેલર અને ગીતો જોઈને સારી ફિલ્મની આશા બંધાયેલી પરંતુ આ ફિલ્મ જે ટિપિકલ અને ચીલાચાલુ રીતે બની છે તે સમજની બહાર છે. ફિલ્મની શરૂઆત જ એટલી નબળી અને પાંગળી છે કે તમે હતાશ થઇ જાઓ. નિર્માતાઓને ફીલમના બેઝિક પ્લોટ પર એટલો વિશ્વાસ હતો કે તેઓએ અન્ય કોઈ બાબત પર ધ્યાન જ ન આપ્યું. જેને લીધે આખી ફિલ્મ જ અન-કન્વિન્સિંગ લાગે છે.
ફિલ્મમાં એક સીન છે. જેમાં આપણો હીરો આર્યન અગ્નિહોત્રી રોબોટિક્સ એન્જિનિયર છે. તેમની ઓફિસમાં એક મિટિંગ યોજાવાની છે, જેમાં સમગ્ર ટીમે ભાગ લેવાનો છે. હંમેશાની જેમ હીરો ત્યાં મોડો પહોંચે છે. એ કંપનીનો માલિક હીરોની જ સલાહ લે છે અને આસપાસ બેઠેલા દસ લોકો એને તાકી રહે છે, મિટિંગ બરખાસ્ત કરવામાં આવે છે. તદ્દન વેઠ વાળેલો સીન. લેખક તરફથી પ્રયાસને નામે મીંડું. અને આ પરિવારના લોકો રોજ રાત્રે સાથે બેસીને દારૂ પી રહ્યા છે. હસી મજાક કરી રહ્યા છે. જ્યારથી ઈન્ટરનેટ સસ્તું થયું છે, ત્યારથી કોણ પોતાના પરિવાર સાથે બેસીને વાત કરે છે? ફિલ્મકાર કયા પ્રકારના ફેમિલીની વાત કરી રહ્યા છે એ સ્પષ્ટ જ નથી થતું. કુટુંબને લઈને આજના નિર્માતાઓના મગજમાં જે જરી પુરાણા ખ્યાલ છે એને છોડીને થોડું વાસ્તવિકતા તરફ આગળ વધવાની જરૂર છે.
ઝઇખઅઞઉં આ વર્ષની પહેલી મેગાસ્ટાર મહાપકાઉ ફિલ્મ છે. શાહિદ કપૂરે ૨૦૧૯માં ’કબીર સિંહ’થી જે ઈજ્જત મેળવેલી, એ ’ફર્ઝી’ જેવી સિરીઝ અને ’જર્સી’ જેવી ફિલ્મોમાં ખોઈ દીધી. જોકે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ’બ્લડી ડેડી’ સારી હતી, પરંતુ તે ઘઝઝ પર રિલીઝ થઈ ને હવે શાહિદ કપૂર ફરી એકવાર આ ફિલ્મમાં પહેલેથી એકડો ઘૂંટી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મની હિરોઈન કૃતિ સેનન વિશે તો શું કહેવું? આજના યુગની તે એકમાત્ર એવી હિરોઈન છે, જેણે છેલ્લા બે વર્ષમાં અડધો ડઝન ફ્લોપ ફિલ્મો આપી છે. ફ્લોપની ડબલ હેટ્રિક નોંધાવનારી કૃતિ ફિલ્મ ’તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં એક રોબોટ બની છે, છોકરો તેની સાથે એક રાત વિતાવ્યા પછી તેના પર ફિદા છે. તે આ રોબોટ સાથે લગ્ન પણ કરવા માંગે છે.
નવોદિત દિગ્દર્શક બેલડી અમિત જોશી અને આરાધના શાહે તેમની પ્રથમ ફિલ્મ તદ્દન કૃત્રિમ રીતે લખી છે.
’તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ એ પ્રકારની ફિલ્મ છે જેમાં વાર્તાની માવજત સિવાય બધું બરાબર લાગે છે. શાહિદ કપૂર માટે દુ:ખ એ વાતનું થાય છે કે શા માટે આવી જ ફિલ્મો તેના ભાગે આવે છે, જેમાં તેની સારી એક્ટિંગ કે ડાન્સ પરફોર્મન્સ પણ કામ નથી આવી શકતા.
ફિલ્મમાં કૃતિ સેનનનું કામ પણ ઘણું ખરાબ છે. માધુરી દીક્ષિતના હિટ ગીત ’ધક ધક કરને લગા..’ પર તેણે કરેલો ડાન્સ જ આખા ફિલ્મની એકમાત્ર સંતોષકારક ઘટના છે કે જેને લીધે તમને લાગે કે ફિલ્મ જોવી સાવ વ્યર્થ ન હતી. ઘણી વખત એવું પણ લાગે છે કે અમિત અને આરાધનાએ કૃતિ સેનનની એક્ટિંગ જોઈને જ આ ફિલ્મ લખી હશે.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઘોંઘાટ જેવું લાગે છે. ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયાના કારણે જે લોકો આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે તેમના માટે અગાઉથી ડિસક્લેમર મૂકવું જોઈએ. ડિમ્પલની ડાયલોગ ડિલિવરી ફિલ્મમાં કૃતિ સેનન કરતાં પણ ખરાબ છે.
ઓવરઓલ આ ફિલ્મ થિયેટરમાં તો ઠીક ઓટીટી પર આવે ત્યારે પણ ટાઇમવેસ્ટ કરવા જેવું નથી.
એક્સ્ટ્રા શોટ:
પ્રોડ્યુસર દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સે અનોખી રીતે પોતાનું હોરર-કોમેડી યુનિવર્સ બનાવ્યું, જેની શરૂઆત ’સ્ત્રી’થી થઈ. એમણે ’ભેડિયા’ પણ આપી પરંતુ કંટેમ્પરરી સિનેમા બનાવવાની લ્હાયમાં આ લોકો બેઝિક્સ સાથે ચેડાં કરી રહ્યા છે. જેના કારણે ફિલ્મો પોતાની અસરકારકતા ગુમાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech