પોલીસ દ્વારા ૧૦ ફોન શોધી કાઢી મુળ માલિકોને સોંપવામાં આવ્યા
દેવભુમિ દ્વારકાના પો.અધિક્ષક નિતેશ પાંડેય, ના.પો. અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા તેરા તુજકો અર્પણનું કાર્યક્રમ કરી ખંભાળીયા પોલીસ દ્વારા કુલ ૧૦ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા જે મુળ માલિકોને પરત કરી સોંપવામાં આવ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય એ ખોવાયેલ, ગુમ તથા ચોરી થયેલ કિંમતી વસ્તુઓ તેના મુળ માલિકને મળી રહે તે અંગેની અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય તથા ના.પો.અધિક્ષક ડો. હાદિૃક પ્રજાપતિની સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અનુસંધાને ખંભાળીયા પો. સ્ટેશનના પીઆઇ બી.જે. સરવૈયા દ્વારા સર્વલન્સ સ્ટાફ તથા બીટ-ઓ.પી. ઇન્ચાર્જને ખોવાયેલ, ગુમ તથા ચોરી થયેલ કિંમતી વસ્તુઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અનુસંધાને સર્વલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ કાનાભાઇ રાણાભાઇ લુણા તથા હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા દદ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી તથા વુમન પો. કોન્સ્ટેબલ કાજલબેન રમેશભાઇ કોબીયા દ્વારા પો.સ્ટેશન ખાતે એપ્લીકેશનનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ના.પો. અધિક્ષક હાર્દિક પ્રજાપતિ તથા ખંભાળીયા પીઆઇ બી.જે. સરવૈયા દ્વારા ખંભાળીયા ના.પો.અધિક્ષકની કચેરી ખાતે ખંભાળીયા પો.સ્ટેશનમાં શોધી કાઢવામાં આવેલ. ફોન તેના મુળ માલિકોને સોંપવા માટે તુરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી કુલ ૧૦ મોબાઇલ ફોન ા. ૧,૫૦૫૦૦ની માતબર રકમના મોબાઇલ ફોન તેના મુળ માલિકોને સોંપવામાં આવ્યા હતા.