3 વાર્તાનું અદ્ભુત કોમ્બીનેશન છે લવ સેકસ ઓર ધોખા 2
લવ સેક્સ ઔર ધોખા 2 નું પોસ્ટર લૉન્ચ થયા બાદ હવે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં વર્તમાન યુગની 3 વાર્તાઓ છે 2010માં જ્યારે 'લવ સેક્સ ઔર ધોખા' રીલિઝ થઈ ત્યારે તે એવી સનસનાટી મચી ગઈ કે આજે તેને એક 'કલ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ અલગ-અલગ શહેરોની વાર્તાને દર્શકો સમક્ષ મુકે છે. આ ફિલ્મ છુપાયેલા કેમેરાના યુગમાં સેટ છે. હવે 14 વર્ષ પછી મેકર્સ 'લવ સેક્સ ઔર ધોખા 2' લઈને આવ્યા છે. તેનું ટીઝર 1 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું છે, જે ઈન્ટરનેટ યુગમાં પ્રેમના અન્ય રસપ્રદ વિષય પર આધારિત છે. આ વીડિયોમાં મૌની રોય, ઉર્ફી જાવેદ અને અનુ મલિકની ઝલક પણ જોઈ શકાય છે.
ત્રણ વાર્તાઓને આધારે સંબંધોની જટિલતાઓનું નિરુપણ
લવ સેક્સ ઔર ધોખા 2 નું પોસ્ટર લૉન્ચ થયા બાદ હવે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં વર્તમાન યુગની પ્રેમકથા બતાવવામાં આવશે, ત્રણ વાર્તાઓને આધારે સંબંધોની જટિલતાઓને દર્શાવાઇ છે, અને આ ફિલ્મ આજના ઇન્ટરનેટના યુગમાં પ્રેમના છુપાયેલા પાસાઓ પર પ્રકાશ ફેંકે છે.
ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થશે
આ ફિલ્મ બાલાજી મોશન પિક્ચર્સ અને દિબાકર બેનર્જી પ્રોડક્શનની કલ્ટ મૂવીઝ સાથે મળીને રજૂ કરવામાં આવી રહી છે. તે એકતા આર કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત છે. દિબાકર બેનર્જીનું દિગ્દર્શન છે. આ ફિલ્મ તમે 19મી એપ્રિલે સિનેમાઘરોમાં જોઈ શકશો.
ટીઝર પહેલા ડિસ્ક્લેમર આવી ગયું
એકતા આર કપૂર અને દિગ્દર્શક દિબાકર બેનર્જી દર્શકો માટે ડિસ્ક્લેમર લઈને આવ્યા હતા. તેમાં લખ્યું હતું - 'લવ સેક્સ ઔર ધોખા 2'નું શોકિંગ કન્ટેન્ટ રજૂ થવા જઈ રહ્યા છે, જેને દરેકે વ્યક્તિગત જવાબદારીથી જોવું જોઇએ . હવે ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ ચોક્કસપણે પહેલા કરતા વધુ સનસનાટી મચાવનારી બનવાની છે. આ દર્શાવે છે કે 14 વર્ષમાં આપણું જીવન કેટલું બદલાઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર રોડ પરના સ્લમ ક્વાર્ટરમાં યુવકએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
July 08, 2024 03:17 PMસાગઠિયાએ મંજૂર કરેલી 80 ઈમ્પેક્ટ ફાઈલો થશે નામંજૂર
July 08, 2024 03:12 PMરાજકોટમાં રોગચાળો બેફામ; બાળકીને કોલેરા
July 08, 2024 03:07 PMભારે વરસાદથી ઈન્ડિગોની ફ્લાઈટ ફસાઈ, કંપનીએ મુસાફરોને આપ્યો 100% રિફંડ ઓપ્શન
July 08, 2024 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech