ઉત્તરવહી ચકાસવાનું કામ હવે અધ્યાપકો કરશે: બાકી મહેનતાણું ચૂકવી દેવા નિર્ણય
ઉત્તરવહી ચકાસવાનું કામ હવે અધ્યાપકો કરશે: બાકી મહેનતાણું ચૂકવી દેવા નિર્ણય
April 13, 2026 11:52 AM
રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અધ્યાપકોને ઉત્તરવહી ચકાસણીનુ છેલ્લા ત્રણ વર્ષથી પેમેન્ટ થયું નથી. વળતર ન મળતા અધ્યાપકોએ આ વર્ષે ઉત્તરવહી ચકાસણીનો બહિષ્કાર કર્યેા હતો. પરંતુ આ મામલે અધ્યાપકો અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ વચ્ચે મિટિંગ યોજાય હતી અને તેમાં સમાધાન થયું હોવાની વાતો બહાર આવી રહી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોમાંથી મળતી માહિતી મુજબ ૩ વર્ષના પેમેન્ટ પેટે પિયા બે થી અઢી કરોડ જેટલું ચુકવણું કરવાનું થાય છે. પેન્ડિંગ બીલોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ૨૦૦૦ માંથી ૧,૨૦૦ જેટલા બિલની ચુકવણી ચકાસણી પૂરી થયા પછી હવે પેમેન્ટ માટેની કામગીરી ચાલુ કરવામાં આવશે. સાથોસાથ જે બિલ ચકાસવાના બાકી રહી ગયા છે તેની ચકાસણી પણ શ કરવામાં આવશે. જુન ૨૦૨૪ પહેલાના જે પેમેન્ટ બાકી છે તેને ચુકવણામાં અગ્રતાક્રમ અપાશે અને ત્યાર પછી બાકીના બિલો પણ તબક્કાવાર ચૂકવી દેવાશે. અધ્યાપકો દ્રારા રજૂ કરવામાં આવેલા બિલો પૈકી લાખો પિયાના સંખ્યાબધં બિલો મળતા નહીં હોવાની વાતો પણ બહાર આવી રહી છે. આ બાબતે એવો રસ્તો કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે કે જે બિલ નથી મળતા તે બિલના મામલે જે તે કોલેજના પ્રિન્સિપાલ ની બાહેધરી લઈને તેનું ચુકવણું કરવામાં આવશે. જો કે સામે એક સવાલ એવો પણ ઉભો થાય છે કે આ બધું ઓડિટમાં માન્ય રહેશે કે નહીં? યારે વિધાર્થી પરીક્ષાનું ફોર્મ ભરે ત્યારે જ તેની પાસેથી અધ્યાપકોને ઉતરવહી ચકાસણી માટે આપવાની થતી નાણાકીય રકમ પણ ફી પેટે વસૂલી લેવામાં આવે છે. જયારે એડવાન્સમાં વસુલાત થઈ જતી હોય ત્યારે પેમેન્ટ ચૂકવવામાં આટલો બધો વિલબં શા માટે થયો છે? તેવા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. પેમેન્ટ નો પ્રશ્ન હલ થતા ની સાથે જ હવે અધ્યાપકો ઉત્તરવહી ચકાસણી માટે રાજી થઈ ગયા છે. તારીખ ૩૦ માર્ચ થી શ થયેલી પ્રથમ તબક્કાની પરીક્ષાની ઉત્તરવહીઓ ચકાસણી વગર પડી છે અને ૧૧ એપ્રિલ થી શ થયેલી પરીક્ષાની ઉત્તરવહીઓ આવી રહી છે. તે તમામની ચકાસણી હવે ઝડપભેર હાથ ધરવામાં આવશે અને પરિણામો પણ શકય તેટલા વહેલા મળે તેવા પ્રયાસો થશે..