અમદાવાદ પોલીસના હાથે પકડાયેલા વઢવાણના તાંત્રીકે એક ડઝનથી વધુ લોકોને મેલી, તાંત્રીક વિધિના નામે મોતને ઘાટ ઉતાર્યા હોવાના રાજયભરમાં ચકચાર પમાડનાર ડીટેકશનમાં રાજકોટના દંપતી, પુત્રની પણ તાંત્રીકે સાળા સાથે મળીને હત્યા કર્યાના સાત માસ પુર્વેની ઘટનાનો પણ પર્દાફાશ થતાં મૃત તાંત્રીક તથા તેના કૌટુંબીક સાળા સામે પડધરી પોલીસ મથકે ટ્રીપલ મર્ડરના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા શ્રમીક પરિવાર રીક્ષા ચાલક કાદરભાઈ અલીભાઈ મુકાસમ ઉ.વ.૬૦ તેના પત્ની ફરીદાબેન ઉ.વ.૫૮ તથા પુત્ર આસીફની સાત માસ પુર્વે તા.૨૧૫ના રોજ પડધરીના જંગલમાં ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં મળેલી લાશ મળી હતી. એ ઘટના સામુહીક આપઘાત નહીં પરંતુ ટ્રીપલ મર્ડર હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ પોલીસે પકડેલા અને કસ્ટડી દરમ્યાન મૃત્યુ પામનાર વઢવાણના તાંત્રીક નવલસિંહ કનુભાઈ ચાવડાની પુછતાછમાં થયો હતો. જે આધારે રાજકોટ રૂરલ એલસીબી પીએસઆઈ એચ.સી.ગોહીલે સરકાર પક્ષે ફરિયાદી બની મૃત તાંત્રીક તથા તેના કૌટુંબીક સાળા જીગર ભનુ ગોહેલ સામે ગુનો નોંધાવી જીગરની ધરપકડ કરી છે.
રાજકોટના દંપતી તથા યુવાન પુત્રની ગત તા.૨૧૫ના રોજ રીક્ષામાંથી લાશ મળી હતી અને નજીકમાં જ એક સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં આર્થિક ખેંચના કારણે આ પગલું ભરી રહ્યાનો ઉલ્લ ેખ કરાયો હતો. જે તે સમયે પડધરી પોલીસ દ્રારા સામુહીક આપઘાત હોવાની નોંધ કરાઈ હતી. હવે આ બનાવ ત્રેવડી હત્યાનો હોવાનું ખુલ્યું છે. વઢવાણના તાંત્રીક નવલસિંહ ચાવડા સાથે રાજકોટનો મુસ્લિમ પરિવાર આર્થિક ખેંચ અને યુવાન પુત્રી નગ્માના પ્રશ્ને સંપર્કમાં આવ્યો હતો.
તાંત્રીક વિધિના નામે અનેકની જીંદગી સાથે અઠગં ખેલાડી નવલે ખીલવાડ કર્યા હતા. જેમાં વિધિનાનામે આવતા રાજકોટનો પરિવાર પણ ફસાયો હતો. નવલ અને નગ્મા વચ્ચે સંપર્ક વધતા પ્રેમ સંબધં પાંગર્યેા હતો અને નગ્મા વઢવાણ પણ રહેવા જતી હતી.
આરોપી તાંત્રીક સાથે નગ્માએ લ કરવાની જીદ પકડતા ક્રુર તાંત્રીકે નગ્માની વઢવાણમાં હત્યા કરી લાશના કટકા કરી વાંકાનેર પાસે દાટી દીધી હતી. નગ્મા લાપતા બની હોવાની નગ્માના માતા પિતા પરિવાર ચિંતિત બન્યો હતો અને વારંવાર આ બાબતે તાંત્રીકને ફરિયાદ કરતો હતો. તાંત્રીક નવલે નગ્મા જયાં પ્રેમ સંબધં છે તેની સાથે ભાગી ગઈ છે આવી જશે તેવી વાતો કરતો રહ્યો હતો. અંતે નગ્માની હત્યા બાબતનો ભાંડો ફત્પટી જશે એવું તાંત્રીક નવલને લાગ્યું હતું. જેથી નગ્માના માતા પિતા તથા તેની ભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
ત્રણેયને વિધિના નામે પડધરી પાસે મોટા રામપરા ગામે જંગલમાં એક ધર્મસ્થાન પાસે બોલાવ્યા હતા જયાં તાંત્રીક નવલ અને તેનો સાળો જીગર ગોહેલ સ્વીફટ ડીઝાયર કારમાં ગયા હતા. ત્રણેય સાથે વાતચીત કર્યા બાદ વિધિના પાણીના બહાને ત્રણેયને સોડીયમ નાઈટ્રોઈટ કે આવા કોઈ ઝેરી કેમીકલ પાવડર મીશ્રીત પાણી દવા પીવડાવી ત્રણેયની હત્યા નિપજાવી હતી.
જે તે સમયે સ્યુસાઇડ નોટ મળી હતી જે પણ તાંત્રિકે લખીને મુકી હોવાની પોલીસને આશંકા છે. તાંત્રિક પાસેથી મળેલી અન્ય નોટ અને કબજે થયેલી ચિઠ્ઠી બંને રાઇટીંગ એક્ષપર્ટને મોકલાશે.
એક હત્યાનું રહસ્ય ન ખુલે એટલે તેના પુરા પરિવારને જ સાફ કરી નાખનાર નરાધમ ક્રુર મૃતક તાંત્રીક નવલ ચાવડા તથા તેના કૌટુંબીક સાળા સામે હવે રાજકોટ રૂરલ એલસીબી પોલીસે ગુનો નોંધ્યો છે. જે તે સમયે પડધરી પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજીની ટીમો ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. બનાવની તપાસ સુપરવિઝન કરાયું હતું. કયાંય હત્યા હોવાનું જણાયું ન હતું. જો તાંત્રીક નવલ અમદાવાદ પોલીસના હાથે પકડાયો ન હોત તો રાજકોટ ઉપરાંત અન્ય શહેરોની આત્મહત્યા, ભેદી મોતના બનાવો હજી ભેદી જ રહ્યા હોત. હાલ તો તપાસનીશ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા તથા તેમના સ્ટાફ દ્રારા આરોપી જીગરની ધરપકડ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech