સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના સ્થળો જાહેર

  • December 18, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૧૯ થી તા.૨૬ સુધી યોજાશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત રાજય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરુઆત કરવામાં આવી છે. જે મુજબ, જામનગર જિલ્લામાં ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા તેમજ નગરપાલિકાઓમાં વોર્ડ કક્ષા અને નગરપાલિકા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધાના સ્થળોની વિગતવાર સૂચિ જાહેર કરવામાં આવી છે.
આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વયજૂથ પ્રમાણે ૦૯ થી ૧૮ વર્ષ માટે ’અ’ કેટેગરી, ૧૯ થી ૪૦ વર્ષ માટે ’બ’ કેટેગરી અને ૪૧ થી વધુ વર્ષ માટે ’ક’ કેટેગરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમજ સ્પર્ધામાં ગ્રામ્ય કક્ષા માટે ૦૫ મિનિટ, તાલુકા કક્ષા માટે ૦૮ મિનિટ, જિલ્લા કક્ષા માટે ૧૦ મિનિટ અને રાજ્ય કક્ષા માટે ૧૫ મિનિટનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગ્રામ્ય કક્ષાએ અને વોર્ડ કક્ષા માટેની સ્પર્ધા આગામી તા.૧૯ ડિસેમ્બર, તાલુકા અને નગરપાલિકા કક્ષા માટેની સ્પર્ધા આગામી તા.૨૩ ડિસેમ્બર, જિલ્લા કક્ષાએ સ્પર્ધા આગામી તા.૨૬ ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ આગામી તા.૩૦ ડિસેમ્બરના રોજ સ્પધોઓ યોજાશે. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએથી વિજેતા બનેલા ખેલાડીએ તાલુકા કક્ષાએ, તાલુકા કક્ષાએથી અને નગરપાલિકા કક્ષાએથી વિજેતા બનેલા ખેલાડીએ જિલ્લાકક્ષાએ અને જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
તાલુકા કક્ષાની સ્પર્ધામાં, કાલાવડ તાલુકામાં સરસ્વતી શિશુમંદિર સ્કુલ, કાલાવડ, જામનગર (ગ્રામ્ય) તાલુકામાં જી.બુટી.હાઈસ્કુલ, અલીયાબાળા, જોડીયા તાલુકામાં વિશાલદીપ સ્કૂલ, પીઠડ, ધ્રોલ તાલુકામાં બી.એમ.પટેલ સ્કુલ, વાંકીયા, જામજોધપુર તાલુકામાં વિજાપુરા વિદ્યા સંકુલ, સિદસર અને લાલપુર તાલુકામાં વીર સાવરકર હાઈસ્કુલ, લાલપુર ખાતે આગામી તા.૨૩ ડિસેમ્બરના રોજ યોજાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યશ્રીનો સંપર્ક કરી શકાશે.  
નગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે સરસ્વતી શિશુમંદિર સ્કુલ, કાલાવડ, ટેકનીકલ હાઈસ્કુલ, સિક્કા, જી.એમ.પટેલ વિદ્યાલય, ધ્રોલ અને નગરપાલિકા ક્ધયા વિદ્યાલય, જામજોધપુરમાં આગામી તા.૨૩ ડિસેમ્બરના રોજ યોજાશે. નગરપાલિકા કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યનો સંપર્ક કરી શકાશે.  
કાલાવડ નગરપાલિકા વોર્ડકક્ષાની સ્પર્ધામાં વોર્ડ નં. ૧ અને ૨ માટે મ્યુનિસિપલ હાઈસ્કુલ, કાલાવડ વોર્ડ નં.૩ માટે શિવહરી સંકુલ, કુંભનાથ પરા, કાલાવડ, વોર્ડ નં.૪ અને ૫ માટે તાલુકા શાળા, મુરીલા ગેઈટ પોલીસ ચોકી પાસે, વોર્ડ નં. ૬ અને ૭ માટે શિવમ નગરનો કોમન પ્લોટ, ધોરાજી રોડ, કાલાવડ ખાતે આગામી તા.૨૩ ડિસેમ્બરના રોજ યોજાશે. નગરપાલિકા કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યનો સંપર્ક કરી શકાશે.  
જામજોધપુર નગરપાલિકા માટે વોર્ડ નં.૧ માં રામવાડી સત્સંગ હોલ, વોર્ડ નં.૨ માં નગરપાલિકા હાઈસ્કૂલ, ટાઉનહોલ પાસે, વોર્ડ નં.૩ માં સીનોજીયા સ્કૂલ, ગીંગની રોડ, વોર્ડ નં.૪ માં પટેલ ક્ધયા છાત્રાલય, માકડીયા વાડી, વોર્ડ નં.૫ માં પટેલ ક્ધયા છાત્રાલય, વોર્ડ નં.૬ માં નગરપાલિકા હાઈસ્કૂલ, ટાઉનહોલ પાસે, અને વોર્ડ નં.૭ માં સીનોજીયા સ્કૂલ, ગીંગની રોડ ખાતે આગામી તા.૨૩ ડિસેમ્બરના રોજ સ્પર્ધાઓ યોજાશે. નગરપાલિકા કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યનો સંપર્ક કરી શકાશે.  
સિક્કા નગરપાલિકા માટે વોર્ડ નં.૧ માં ઉ.ઈ.ઈ. ટેકનીકલ હાઈસ્કુલ, વોર્ડ નં. ૨ અને ૩ માટે ખારીવાડી ક્ધયા વિદ્યાલય-૨, વોર્ડ નં.૪ માં ક્ધયા શાળા-૧, નાઝ સિનેમા રોડ, વોર્ડ નં.૫ માં નગરપાલિકા સંચાલિત માધ્યમિક સ્કુલ, વોર્ડ નં.૬ માં યોગા કેન્દ્ર, સન સીટી સોસાયટી અને વોર્ડ નં.૭ માં ગોકુલપુરી સોસાયટી, કોમ્યુનીટી હોલ ખાતે આગામી તા.૨૩ ડિસેમ્બરના રોજ સ્પર્ધાઓ યોજાશે. નગરપાલિકા કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યનો સંપર્ક કરી શકાશે.  
તેમજ ધ્રોલ નગરપાલિકાની સ્પર્ધાઓમાં વોર્ડ નં.૧ માં ચામુંડા પ્લોટ, પ્રાથમિક શાળા, વોર્ડ નં.૨ માં એમ.ડી.મહેતા સ્કૂલ, વોર્ડ નં.૩ માં એમ.ડી.મહેતા સ્કૂલ, મોરબી નાકા, વોર્ડ નં.૪ માં એમ.ડી.મહેતા સ્કૂલ, મેઈન બજારની ડાબી બાજુ, વોર્ડ નં.૫ માં હરધ્રોલ હાઈસ્કૂલ, વોર્ડ નં.૬ માં જી.એમ.પટેલ સ્કૂલ, બસસ્ટેન્ડથી જામનગર રોડ બાજુ અને વોર્ડ નં.૭ માં જી.એમ.પટેલ સ્કૂલ, ખારવા રોડ ખાતે આગામી તા.૨૩ ડિસેમ્બરના રોજ સ્પર્ધાઓ યોજાશે. નગરપાલિકા કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યનો સંપર્ક કરી શકાશે.  
અત્રે જણાવેલા નગરપાલિકા કક્ષા, સંબંધિત વોર્ડ કક્ષા અને તાલુકા કક્ષાના વિગતવાર કાર્યક્રમોની જામનગર જિલ્લાના તમામ સ્પર્ધકોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્યની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application