BREAKING NEWS

જામકંડરોણામાં મામલતદાર કચેરીમાં તલાટી મંત્રીનો કોલર પકડી, લાફા મારી ધમકી આપી

  • April 16, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જામકંડોરણા મામલતદાર કચેરીમા રેવન્યુ તલાટી મંત્રી સાથે એક શખસે માથાકૂટ કરી તેમનો કોલર પકડી લાફા મારી દીધા હતાં. આ શખસે તને એટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવો છે કહી ધમકી પણ આપી હતી. જે અંગે ફરજમાં કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટમાં આવેલ શેઠ નગર સોસાયટીમાં રહેતાં અને જામકંડોરણા મામલતદાર કચેરીમા રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતાં પુષ્પરાજસિંહ હીતેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.૩૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જામકંડોરણાના નિલેશનું નામ આપ્યું છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જામકંડોરણા મામલતદાર કચેરીમા રેવન્યુ તલાટીની સાથે હાલ ચુંટણીલક્ષી કામગીરી પણ કરે છે. ગઈકાલે ઓફીસમાં તેઓ ફરજ બજાવતા હતા ત્યારે ત્રણેક વાગ્યાની આજુબાજુ સ્થાનિક સ્વરાજની ચુંટણીની મહત્વની કામગીરી કરતા હતા તે વખતે જામકંડોરણાનો નીલેશ જે અવાર નવાર ઓફિસમાં આવતો હોય તે આવી કહેવા લાગેલ કે, તમે મારી અરજી લઈ લો આથી તેને કહેલ કે, તમારી અરજી તમે રજીસ્ટ્રીના ટેબલે આપી દો તે ટેબલ અલગ છે. આ કામગીરી મારામાં આવતી નથી, અત્યારે હત્પં ચુટણીલક્ષી મહત્વની કામગીરીમાં રોકાયેલ છું.
જેથી આરોપી ઉશ્કેરાય ગયેલ અને ફરીયાદીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતાં તેમને કહેલ કે, તમે મારી સાથે માથાકુટ કરો નહીં, તમે મામલતદારને મળી લો તેમ કહેલ તો નીલે પોતાના મોબાઇલ ફોનમા વિડીયો શુટીંગ ચાલુ રાખી પોતાની અરજી લેવડાવવા સા દબાણ કરવા લાગેલ અને તે કહેતો હતો કે, હવે તો તમને જોય જ લેવા છે તેમ કહી મામલતદારની ઓફીસમા ગયેલ અને થોડીવારમાં બહાર નીકળી તેમણે નાયબ મામલતદારને અરજી આપેલ અને તે ફરીયાદીના ટેબલે આવી કહેવા લાગેલ કે, હવે તો તને જોય લેવો છે અને તને એટ્રોસીટીના કેશમાં ફીટ કરાવી દેવો છે તેમ ધમકી આપી ટેબલ પર હાથ પછાડી ટેબલ પર રહેલ કાગળો ડુચો વાળવા જતા તેમને અટકાવેલ તો તેમણે કોલર પકડી ગાળો દેવા લાગેલ હતો.જેથી ફરીયાદી કોલર છોડાવતો હતો તે વખતે એક ફડાકો મારી લીધેલ અને ત્યા સાથી કર્મચારીઓએ છોડાવેલ તો આરોપી જતા જતા બોલતો હતો કે, તું ઓફિસ બહાર નીકળ તને આજે મારી ન નાખુ તો કહેજે ધમકી આપી જતો રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application