'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું નામ ફરી વિવાદમાં, નિર્માતાઓએ પલક સિંધવાનીને મોકલી નોટિસ

  • September 27, 2024 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાના પડદાનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' બધાને  પસંદ છે. ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે પાત્રો શો છોડી રહ્યા છે. શો અને મેકર્સ અંગે વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. હવે ફરી એકવાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' કાયદાકીય મુદ્દાને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, મેકર્સે શોમાં સોનુ ભીડેનું પાત્ર ભજવતી પલક સિંધવાનીને કાનૂની નોટિસ મોકલી છે.


નોટિસની સાથે મેકર્સે પલક પર આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ કોન્ટ્રાક્ટના ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેની સીધી અસર શો અને પ્રોડક્શન કંપની પર પડી છે. કંપનીને ઘણું નુકસાન થયું છે. પલક સિંધવાની વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે નિર્માતાઓની સંમતિ વિના ત્રીજા પક્ષ સાથે હાથ મિલાવ્યા છે. જ્યારે તારક મેહતા ના કોન્ટ્રાક્ટમાં લખેલું છે કે તે તેની વિરુદ્ધ કંઈ કરી શકે નહીં, આ મામલે પલકને નોટિસ આપવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, મેકર્સ તરફથી વારંવારના ઇનકાર અને લેખિત ચેતવણીઓ પછી પણ પલક સિંધવા સમજી નહી , તેણે આ બધું ચાલુ રાખ્યું. જેના કારણે શોને ઘણું નુકસાન થયું છે. પલકની હરકતો જોઈને મેકર્સે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પગલું ભરવું પડ્યું. હવે માનવામાં આવી રહ્યું છે કે આ નોટિસ બાદ પલક સિંધવાનીને પણ શોમાંથી હટાવી દેવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application