સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના મહિલા ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલ અને દંડ

  • January 10, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ કુસુમબેન જગદીશભાઈ ભુવાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા  આરોપીએ  ચેક આપેલ અને  સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી  નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - ૧૩૮ અન્વયે  આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા મહિલા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતા.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ,ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતા અને આરોપીને ૧ (એક) વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રુા. ૩૦૦૧૧૯ નો દંડનો હુકમ  કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News