આર્યસમાજ-જામનગર દ્વારા સ્વામી શ્રધ્ધાનંદ બલિદાન દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવેલ હતો.
આ સમારંભના મુખ્ય અતિથિવિશેષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠક્કર હતા. શાળાના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વામી શ્રદ્ધાનંદજીના જીવન પર આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની બહેનોને સંસ્થા તરફથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ, તદ્દઉપરાંત ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્ય દ્વારા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની બહેનોને માતબર પારીતોષિક આપવામાં આવેલ.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્યસમાજ – જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા અને પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષિકા બહેનોએ જહેમત ઉઠાવી હતી.
સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્રજી આર્ય, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ-જામનગરના માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, સદસ્યો, સભાસદો, સહાયક સદસ્યો, આર્યસમાજ-રાજકોટના પ્રમુખ નટવરસિંહ પરમાર અને માનદ્દમંત્રી વિજયભાઈ બોરીચા, આર્યસમાજ-પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને માનદ્દમંત્રી-કાંતિભાઈ જુંગીવાલા, દિલીપભાઈ જુંગીવાલા, આર્યસમાજ-નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશચંદ્રજી આર્ય, આર્યસમાજ-ધાંગધ્રાના નિરવભાઈ ધામેચા, ભરતભાઈ સોનગરા, આર્યસમાજ-મોરબીના વિજયસિંહ સિસોદિયા, ઉદયભાઈ આર્ય, આર્યસમાજ-વઢવાણના મનસુખભાઈ ખાંદલા, આર્યસમાજ-જૂનાગઢના દેવાયતભાઈ બારડ, દિલીપભાઈ કાંકરેચા, અશોકભાઈ ઉસદડીયા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech