BREAKING NEWS

એવોડર્સ અંકે કરવામાં પણ સૂર્યવંશીનો વૈભવ ઝળાહળ

  • June 01, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ ૨૦૨૬ ભલે સમા થઈ ગયું હોય, પરંતુ ક્રિકેટ જગતમાં ફકત એક જ નામ ગુંજે છે: વૈભવ સૂર્યવંશી. આ ૧૫ વર્ષીય રાજસ્થાન રોયલ્સ બેટસમેનએ આ સિઝનમાં પોતાના બેટથી ધમાલ મચાવી દીધી હતી.સમગ્ર સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર વૈભવે આ વર્ષે એકલા હાથે પાંચ મોટા એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં યારે એવોડર્સની જાહેરાત કરવામાં આવી, ત્યારે એવું લાગતું હતું કે જાણે સ્ટેજ ફકત આ યુવા ખેલાડી માટે જ સેટ થઈ ગયો હોય. વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ ૨૦૨૬ એવોર્ડ નાઇટ પર
સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું. તે એક જ આઈપીએલ સિઝનમાં પાંચ વ્યકિતગત એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.
૧.સિઝનમાં સૌથી વધુ રન બનાવવા બદલ તેને ઓરેન્જ કેપ અને ૧૦ લાખ, ૭૭૬ રન બનાવવા બદલ એનાયત કરવામાં આવ્યો. ૨.સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેના ઉત્કૃષ્ટ્ર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને ૧૫ લાખ અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ટ્રોફી પણ એનાયત કરવામાં આવી. ૩.વૈભવ સૂર્યવંશીને ઇમજિગ પ્લેયર ઓફ ધ સીઝન તરીકે પણ નામ આપવામાં આવ્યું, જેના માટે તેને ૧૦ લાખ અને ટ્રોફી એનાયત કરવામાં આવી. ૪.સિઝનમાં સૌથી વધુ સિકસ મારવા બદલ તેને સુપર સિકસ એવોર્ડ ટ્રોફી અને ૧૦ લાખ મળ્યા, જેમાં ૭૨ સિકસ ફટકાર્યા. ૫.સમગ્ર સિઝનમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી સ્કોર કરવા બદલ તેને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન પણ નામ આપવામાં આવ્યું, તેને ટાટા સીએરા કાર મળી. વૈભવ, જે ગત સિઝનમાં સુપર સ્ટ્રાઇકર પણ બન્યો હતો, તેને ટાટા કર્વ કાર મળી. ભલે તેની ટીમ ટાઇટલ જીતવામાં નિષ્ફળ ગઈ, છતાં વૈભવ તેની બેટિંગથી ટી૨૦ ક્રિકેટને એક નવા સ્તરે લઈ ગયો. તેણે આ સિઝનમાં કુલ ૭૨ છગ્ગા ફટકાર્યા, જે આઈપીએલ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. તેણે દિગ્ગજ ક્રિસ ગેઇલના ૫૯ છગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો. તે એક જ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ખેલાડી પણ બન્યો. તે આઈપીએલ ઇતિહાસમાં ૧,૦૦૦ રન બનાવનાર અને સૌથી ઓછા બોલ રમનાર સૌથી યુવા બેટસમેન પણ બન્યો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News