ખંભાળિયાની સંગીત સંસ્થા દ્વારા મંગળવારે સુરાવલી સંગીત કાર્યક્રમ

  • June 09, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક નામી કલાકારો યાદગાર ગીતોની સુરાવલી વહાવશે

ખંભાળિયાની જાણીતી સંસ્થા સુરાવલી સંગીત સંસ્થાના ઉપક્રમે આગામી મંગળવાર તારીખ ૧૩ મીના રોજ "મૌસમ હે આશિકાના" સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે મંગળવાર તારીખ ૧૩ મીના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે યોજવામાં આવેલા આ ગીત, સંગીતના કાર્યક્રમમાં જામનગરના સુપ્રસિદ્ધ કી-બોર્ડ પ્લેયર અને એન્કર રાજ રાણા સાથે સિંગર મેઘના ગાંગુલી, સન્ની સવાણી, દેવયાની ચક્રવર્તી તેમજ સાઉન્ડ સિસ્ટમના માસ્ટર શૈલેષભાઈ ચાવડા દ્વારા અગાઉના દાયકાઓના સુપ્રસિદ્ધ ફિલ્મી ગીતોથી લોકોને મંત્રમુગ્ધ કરશે. સુરતાલની આ મહેફિલ માટે સુરાવલી સંગીત સંસ્થાના પ્રમુખ ડોક્ટર એચ.એન. પડીયા, કાર્તિકભાઈ બુચ, હરેશભાઈ બારાઈ તથા કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application