આજે સુપ્રીમ કોર્ટમાં પ્લેસીસ ઓફ વર્શીપ એકટને પડકારતી અરજીઓ પર સુનાવણી

  • December 12, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ અસ્તિત્વમાં રહેલા પૂજા સ્થાનોનું ધાર્મિક સ્વરૂપ જે તે દિવસે હતું એ જ રહેશે કે નહીં તેનો થશે નિર્ણયનવી દિલ્હી
પ્લેસીસ ઓફ વર્શીપ એકટ ૧૯૯૧ને પડકારતી પીઆઈએલની આજે દેશની સર્વેાચ્ચ અદાલતમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. આ બેંચમાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથ સામેલ છે.
સંબંધિત કાયદા મુજબ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ અસ્તિત્વમાં રહેલા પૂજા સ્થાનોનું ધાર્મિક સ્વપ એ જ રહેશે જે તે દિવસે હતું. તે ધાર્મિક સ્થળ પર ફરીથી દાવો કરવા અથવા તેના સ્વપને બદલવા માટે દાવો દાખલ કરવા પર પ્રતિબધં મૂકે છે. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ છે, જેમાંથી એક અશ્વિની ઉપાધ્યાય દ્રારા દાખલ કરવામાં આવી છે. ઉપાધ્યાયે પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૯૧ની કલમ બે, ત્રણ અને ચારને રદ કરવાની વિનંતી કરી છે.
અરજીમાં કરાયેલી દલીલો પૈકીની એક એવી છે કે આ જોગવાઈઓ કોઈ વ્યકિત અથવા ધાર્મિક જૂથના પૂજા સ્થળ પર ફરીથી દાવો કરવા માટે ન્યાયિક નિવારણ મેળવવાના અધિકારને છીનવી લે છે. માકર્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને મહારાષ્ટ્ર્રના ધારાસભ્ય જિતેન્દ્ર સતીશ આવ્હાડે પણ પ્લેસ આફ વર્શીપ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૯૧ની બંધારણીય માન્યતાને પડકારતી અનેક પેન્ડિંગ પિટિશન સામે અરજીઓ દાખલ કરી છે અને કહ્યું છે કે કાયદો જાહેર વ્યવસ્થા, બંધુત્વ, એકતા અને બિનસાંપ્રદાયિકતાનું રક્ષણ કરે છે.
આ કેસની સુનાવણી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ અને સંભલમાં શાહી જામા મસ્જિદ સહિત વિવિધ અદાલતોમાં દાખલ કરાયેલા અનેક મુકદ્દમાઓની પૃભૂમિમાં થશે. આ કિસ્સાઓમાં, એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળો પ્રાચીન મંદિરોના વિનાશ પછી બનાવવામાં આવ્યા હતા અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે.
આમાંના મોટાભાગના કેસોમાં, મુસ્લિમ પક્ષે ૧૯૯૧ના કાયદાને ટાંકીને દલીલ કરી છે કે આવા કેસ સ્વીકાર્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application