સુપ્રીમ કોર્ટે ગઈકાલે લોકપાલના આદેશ પર સ્ટે આપ્યો હતો જેમાં તેને હાઈકોર્ટના ન્યાયાધીશો વિદ્ધ ભ્રષ્ટ્રાચારની ફરિયાદો સાંભળવાની સત્તા આપવામાં આવી હતી. લોકપાલના આદેશના સ્વત: સંજ્ઞાન પર શ કરાયેલા મામલાની સુનાવણી કરતી વખતે સર્વેાચ્ચ અદાલતે કહ્યું કે આ મામલો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે સંબંધિત છે. આ કેસમાં, કોર્ટે કેન્દ્ર સરકાર, લોકપાલના રજિસ્ટ્રાર અને લોકપાલમાં ન્યાયાધીશ વિદ્ધ ફરિયાદ દાખલ કરનાર ફરિયાદીને નોટિસ જારી કરી હતી. ફરિયાદીને સંબંધિત ન્યાયાધીશનું નામ જાહેર ન કરવા અને ફરિયાદની ગુતા જાળવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ ૧૮ માર્ચે ફરી કેસની સુનાવણી કરશે.
હાઈકોર્ટના એક વધારાના ન્યાયાધીશ અંગેની ફરિયાદના જવાબમાં, ૨૭ જાન્યુઆરીના રોજના પોતાના આદેશમાં, લોકપાલે કહ્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશો લોકપાલ અને લોકાયુકત અધિનિયમ, ૨૦૧૩ ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. તેનો અર્થ એ કે લોકપાલ હાઈકોર્ટના ન્યાયાધીશો વિદ્ધ ફરિયાદો પર વિચાર કરી શકે છે.
જોકે, આ મામલે આગળ વધતા પહેલા, લોકપાલે તમામ સામગ્રી અને ફરિયાદ ભારતના મુખ્ય ન્યાયાધીશને તેમના અભિપ્રાય અને વિચારણા માટે મોકલી. પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટે લોકપાલના આ આદેશનું સ્વત: સંજ્ઞાન લીધું છે અને સુનાવણી શ કરી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ પછી બીજા, ત્રીજા અને ચોથા સૌથી વરિ ન્યાયાધીશો – જસ્ટિસ બીઆર ગવઈ, સૂર્યકાંત અને અભય એસ ઓકાએ કેસની સુનાવણી કરી. બેન્ચ બેસતાની સાથે જ જસ્ટિસ બીઆર ગવઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે તેઓ આ મામલે ભારત સરકારને નોટિસ આપી રહ્યા છે.કોર્ટમાં હાજર રહેલા વરિ વકીલ કપિલ સિબ્બલે સુનાવણીમાં મદદ કરવાની ઓફર કરી. ત્યારબાદ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ લોકપાલના આદેશને ખોટો ગણાવ્યો અને કહ્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશો કયારેય લોકપાલ કાયદાના દાયરામાં આવશે નહીં. કપિલ સિબ્બલે લોકપાલના આદેશ પર સ્ટે મૂકવાની વિનંતી કરતા કહ્યું કે કોર્ટે આ સંદર્ભમાં કાનૂની વ્યવસ્થા નક્કી કરવી જોઈએ. આ પછી, બેન્ચે નોટિસ જારી કરી અને કેસને ૧૮ માર્ચે સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ કોર્ટમાં હાજર રહેલા વરિ વકીલ બીએચ મારલાપલ્લેએ કોર્ટને કહ્યું કે આગામી સુનાવણી સુધી કોર્ટે હાઇકોર્ટના ન્યાયાધીશો વિદ્ધ ફરિયાદ પર સ્ટે મૂકવો જોઈએ. પરંતુ બેન્ચે કહ્યું કે યારે તેઓ લોકપાલના અધિકારક્ષેત્રની જાહેરાત કરતા આદેશ પર સ્ટે મુકી દેશે, ત્યારે તેઓ આ આદેશનું પરિણામ અને અર્થ જાણશે. ૨૭ જાન્યુઆરીના પોતાના આદેશમાં, લોકપાલે કહ્યું હતું કે હાઈકોર્ટના ન્યાયાધીશો જાહેર સેવકની વ્યાખ્યા હેઠળ આવે છે અને લોકપાલ અને લોકાયુકત અધિનિયમ, ૨૦૧૩ ન્યાયાધીશોને તેમાંથી બાકાત રાખતો નથી. આ કાયદાના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવેલી શ્રેણીઓનો કાયદામાં સ્પષ્ટ્ર ઉલ્લેખ છે પરંતુ સંસદ દ્રારા સ્થાપિત ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોને આવી મુકિતમાંથી ખાસ મુકિત આપવામાં આવી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech