ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી માત્ર એકરારનામું લેવા ચૂંટણી આયોગનો આદેશ

  • June 07, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય ચૂંટણી પચં દ્રારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે, તેમાં સરપંચના ઉમેદવાર કે ગ્રામ પંચાયતના ઉમેદવારને ગેરકાયદે રીતે, કાયદામાં અને બંધારણમાં જોગવાઈ ન હોવા છતાં વિવિધ ડોકયુમેન્ટ અને વિવિધ દાખલાઓ માગવામાં આવી રહ્યા હતા.
આ બીડાણની નકશો સંપૂર્ણ રીતે ગેરકાયદે અને બંધારણની વિદ્ધ હોવાની ફરિયાદ–રજૂઆત ગુજરાત કોંગ્રેસે રાય ચૂંટણી પંચને કરી હતી. જેના પગલે રાય ચૂંટણી પંચે ઉમેદવારો પાસેથી માત્ર એકરારનામું લેવાનો આદેશ કર્યેા છે. આ આદેશનું ઉલ્લ ંઘન કરનારા ચૂંટણી અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ચીમકી ચૂંટણી પંચે ઉચ્ચારી હોવાનો દાવો કોંગ્રેસે છે.
સ્થાનિક ચૂંટણી અધિકારી દ્રારા ઉમેદવારો પાસેથી કાયદાકીય જોગવાઈ ન હોવા છતાં માગવામાં આવતા જુદા જુદા દાખલા, એફિડેવિટ અને સર્ટિફિકેટ અંગે ગુજરાતભરમાંથી આવેલી ફરિયાદો અંગે આવેદનપત્ર આપી કાયદાના છડેચોક ઉલ્લ ંઘન અંગે રજૂઆત કરી હતી.
કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આક્ષેપ કર્યેા હતો કે, વધુ ને વધુ ગામડાઓને સામ, દામ, દડં અને ભેદની નીતિ અપનાવીને સમરસ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી લડવા માગતા સાચા લોક પ્રતિનિધિઓની પાસે વિવિધ પ્રકારના દાખલાઓ અને ડોકયુમેન્ટ માગીને નિયમ વિદ્ધ હેરાન પરેશાન કરવામાં
ગુજરાત કોંગ્રેસના ઇલેકશન કોઓર્ડિનેશન કમિટીના બાલુભાઈ પટેલ, લીગલ સેલના ચેરમેન એડવોકેટ રવાણી અને પ્રદેશ પ્રવકતા હેમાંગ રાવલ સહિતન બુધવારે રાય ચૂંટણી પંચની બ મુલાકાતમાં બિનહરિફ પંચાયતને ખાસ ગ્રાન્ટ તરીકે પાંચ મળશે તેવી જાહેરાત મનસ્વી, ભેદભાવપૂર્ણ અને મૂલ્યો વિદ્ધ હોવાથી ચૂંટણી પચં આવી ગ્રાન્ટ અંગે માર્ગદર્શિકા જાહેર કરે તેવી માગ કરવામાં આવી કેટલીક જગ્યાએ આવા દાખલા અને ડોકયુમેન્ટ ન હોય તો તેમના ફોર્મ પણ સ્વીકારવામાં આવતા નથી. રાય ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્નાએ કોંગ્રેસની રજૂઆતને પગલે સંબંધિત ચૂંટણી અધિકારીઓને ઉમેદવારો પાસેથી નિયમ મુજબ માત્ર એકરારનામું લેવા આદેશ કર્યેા હતો. એટલું જ નહીં, જો કોઈ ચૂંટણી અધિકારી નિયમ વિદ્ધ વર્તશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News