BREAKING NEWS

મધ્યપ્રદેશમાં નરોત્તમ મિશ્રાને ટિકિટ ન અપાતા સમર્થકો દ્રારા તોફાનો: હાઈવે પર ૧૫ કિમી જામ

  • July 11, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશના દતિયામાં ભારતીય જનતા પાર્ટી દ્રારા આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે ભૂતપૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ ન આપતા ભારે દેકારો મચી ગયો છે અને હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુસ્સે ભરાયેલા સમર્થકોએ હિંસક વિરોધ પ્રદર્શન શ કયુ છે અને રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ એનએચ–૪૪ ને અવરોધિત કર્યેા, એટલું જ નહી, પોલીસ પર પથ્થરમારો કર્યેા, જેમાં ઘણા પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા.દતિયાના પોલીસ અધિક્ષક મયુર ખંડેલવાલના જણાવ્યા અનુસાર, શુક્રવાર સાંજથી ૩,૦૦૦ થી વધુ બદમાશોએ શહેરના વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યેા. તેમણે પહેલા બજારો બધં કરવાનો પ્રયાસ કર્યેા અને પછી સાંજે ૬ વાગ્યાથી હાઇવેને અવરોધિત કરીને ચક્કાજામ કરી દેતા પોલીસ દોડતી થઈ છે.નરોત્તમ મિશ્રાના હજારો સમર્થકોએ એનએચ–૪૪ ને અવરોધિત કરતા ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. વાહનોની લાંબી કતારો લાગી ગઈ, જેના કારણે લગભગ ૧૫ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો. આ મોટા અવરોધને કારણે દતિયાની સરહદે આવેલા પડોશી જિલ્લાઓ પણ પ્રભાવિત થયા. કલેકટર અને પોલીસ અધિક્ષકે વારંવાર પ્રદર્શનકારીઓને રસ્તો ખાલી કરવા અપીલ કરી, પરંતુ તેમણે ઇનકાર કર્યેા.વહેલી સવારે ૪ વાગ્યે પોલીસ પર પથ્થરમારો થતાં ટીયર ગેસના શેલ છોડવા પડા
એસપી મયુર ખંડેલવાલે જણાવ્યું હતું કે વહીવટીતત્રં દ્રારા વારંવાર અપીલ કરવા છતાં, વિરોધીઓએ શનિવારે સવારે ૪ વાગ્યાની આસપાસ અચાનક પોલીસ દળ પર ભારે પથ્થરમારો શ કરી દીધો હતો.પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડા, જેના પછી તોફાનીઓએ પથ્થરમારો વધુ તીવ્ર બનાવ્યો. આ હિંસક હત્પમલામાં છથી વધુ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસપી મયુર ખંડેલવાલ અને એડિશનલ એસપીને પણ ઇજાઓ પહોંચી હતી.પોલીસ પરના હત્પમલા બાદ, સુરક્ષા દળોએ ફરીથી ટીયર ગેસનો ઉપયોગ કર્યેા અને ભીડને વિખેરી નાખી, વિસ્તાર પર નિયંત્રણ સ્થાપિત કયુ. એસપીના જણાવ્યા મુજબ, તોફાનીઓ હવે વિવિધ સ્થળોએ છુપાયેલા છે. પોલીસે તેમને કડક ચેતવણી આપી છે કે કાં તો શરણાગતિ સ્વીકારો અથવા શાંતિથી ચાલ્યા જાઓ.પ્રશાસને સ્પષ્ટ્ર કયુ છે કે કોઈપણ સંજોગોમાં રસ્તા રોકો સહન કરવામાં આવશે નહીં. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં કેટલાક વ્યકિતઓની અટકાયત કરી છે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application