ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 8મી મેચમાં સનરાઈઝર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. મુંબઈ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ ટીમે ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની અર્ધશતકની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 277 રન બનાવ્યા હતા.
આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા IPLમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો. જેણે વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ ટીમ માટે સૌથી પહેલા ટ્રેવિસ હેડે 18 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડ્યો અને 16 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. તેણે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી.
આ પછી અંતમાં હેનરિચ ક્લાસને 34 બોલમાં અણનમ 80 રન અને એડન માર્કરામે 42 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને ઐતિહાસિક સ્કોર સુધી પહોંચાડી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી અને પીયૂષ ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech