BREAKING NEWS

વેકેશનમાં રાજસ્થાન, ઉ.પ્ર., મ.પ્ર. બિહાર, બંગાળ જવા માટે દિલ્હીના શકુર બસ્તી, આસનસોલની સાાહિક સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે

  • April 09, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્રારા પોરબંદર અને આસનસોલ વચ્ચે તા.૧૩ એપ્રિલથી અને ઓખાથી શકૂર બસ્તી (દિલ્હી) વચ્ચે તા. ૧૪ એપ્રિલથી સાાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ અને ભાવનગર ડિવિઝનોના રેલવે સૂત્રોએ જાહેર કર્યા અનુસાર, આ ૦૯૨૦૫ ૦૯૨૦૬ પોરબંદર– આસનસોલ– પોરબંદર સાાહિક સમર સ્પેશિયલ ટ્રેન પૈકી નંબર ૦૯૨૦૫ પોરબંદર– આસનસોલ સાાહિક સમર સ્પેશિયલ પોરબંદરથી દર સોમવારે સવારે ૮.૫૦ કલાકે ઉપડીને, તે જ દિવસે ૧૩.૧૫ કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે સવારે ૬.૪૫ કલાકે આસનસોલ પહોંચશે. આ ટ્રેન ૧૩ એપ્રિલ થી ૨૯ જૂન સુધી ચલાવવામાં આવશે. પરતમાં નંબર ૦૯૨૦૬ આસનસોલ– પોરબંદર સાાહિક સમર સ્પેશિયલ આસનસોલથી દર બુધવારે રાત્રે ૨૩.૦૫ કલાકે ઉપડીને શુક્રવારે સાંજે ૧૭.૪૧ કલાકે રાજકોટ અને રાત્રે ૨૧.૫૦ કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન ૧૫ એપ્રિલથી ૦૧ જુલાઈ સુધી ચલાવવામાં આવશે.
આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉૈન, સતં હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લમીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષ ચદ્રં બોઝ જં., ગોમો અને ધનબાદ સ્ટેશનો પર ઉભી રહેશે.
યારે ટ્રેન સંખ્યા ૦૯૫૨૩ ૦૯૫૨૪ ઓખા– શકૂર બસ્તી– ઓખા સાાહિક સુપરફાસ્ટ સમર સ્પેશિયલ ટ્રેન પૈકી ન.ં ૦૯૫૨૩ ઓખા– શકૂર બસ્તી સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી ૧૦:૨૦ કલાકે ઉપડશે, તે જ દિવસે ૧૪:૪૦ કલાકે રાજકોટ અને બીજા દિવસે ૧૦:૩૫ કલાકે શકૂર બસ્તી પહોંચશે. આ ટ્રેન ૧૪ એપ્રિલથી ૩૦ જૂન સુધી ચાલશે. વળતા આ ટ્રેન નં.૦૯૫૨૪ શકૂર બસ્તી– ઓખા સુપરફાસ્ટ સાાહિક સમર સ્પેશિયલ દર બુધવારે શકૂર બસ્તીથી ૧૩:૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૭:૫૮ કલાકે રાજકોટ તથા ૧૩:૦૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧૫ એપ્રિલથી ૧ જુલાઈ સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં દ્રારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઐંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન ન.ં ૦૯૫૨૩ અને ટ્રેન નં ૦૯૨૦૫ બંનેનું બુકિંગ આવતીકાલ ૧૦ એપ્રિલથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News