બિગ બોસ 16ની સ્પર્ધક સુમ્બુલની તેના પિતાએ માગી માફી

  • January 12, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

  • તૌકીર ખાને ઇન્સ્ટાગ્રામ પર લખી લાંબી અને ભાવુક પોસ્ટ
  •  
  • સલમાન ખાનના શોની 16મી સીઝન પુરી થવાને આરે 


સલમાન ખાનના વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 16નો આજકાલ ફિનાલે વીક ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીમાં શો પુરો થઇ જશે. અત્યારે ફરાહ ખાન હાલ ઘરમાં બંધ ભાઈ સાજિદ ખાનને મળવા માટે પહોંચી હતી. તો ટીના દત્તા, શિવ ઠાકરે અને એમસી સ્ટારને મમ્મી સાથે મળવાની તક મળી હતી. ઘણા દિવસો બાદ પ્રિયજનોને સામે જોઈને સૌ ઈમોશનલ થયા હતા. જો કે સુમ્બુલ તૌકીર ખાનને મળવા માટે તેના પિતા નહોતા આવી શક્યા અને આ માટે તેમણે જાહેરમાં માફી માગી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં જરૂરિયાતના સમયે દીકરીને મળી ન શક્યા તે માટે દુઃખ વ્યક્ત કર્યું છે. આ સિવાય જ્યારે તમામ કન્ટેસ્ટન્ટ્સનું તેમના પરિવારના સભ્યો સાથે મિલન થયું ત્યારે તેમની ગેરહાજરી અંગે તેમણે દિલગીરી વ્યક્ત કરી.

તૌકીર ખાને પોસ્ટમાં લખ્યું કે...

 'વ્હાલી દીકરી, પપ્પાનો ખૂબ બધો પ્રેમ અને આશીર્વાદ. આપણે એકબીજાથી આટલા દિવસ સુધી દૂર રહ્યા તેવું કદાચ પહેલીવાર બન્યું હશે અને આજે જ્યારે તને મારી સૌથી વધારે જરૂર છે ત્યારે જ હું પાસે નથી. જ્યારે હું એપિસોડમાં બાકીના કન્ટેસ્ટન્ટને પરિવારજનને મળતા જોઉ છું ત્યારે મારું દિલ ભારે થઈ રહ્યું છે. મન તો ઈચ્છે છે કે, દોડીને તારી પાસે આવું અને ભેટીને બધાને બૂમ પાડીને કહું કે 'આ મારી સિંહણ દીકરી છે'. હું હંમેશા તારી સાથે રહ્યો છું. તે પછી સ્કૂલે જવાનું લઈ જવાનું અને ઘરે લાવવાનું હોય કે ખભા પર બેસાડીને માર્કેટ પર લઈ જવાનું. શૂટ હોય કે ફરવા જવાનું હોય. હું દરેક ક્ષણે તારી સાથે રહ્યું છે. મને માફ કરી દેજે કે આ ફેમિલી વીકમાં તને મળવા ન આવી શક્યો પરંતુ મારી દુઆ તારી સાથે છે. આ લખીને મારા મનને હળવું કરી રહ્યો છું અને હું 'સુમ્બુલ તૌકીર'નો પિતા છું એ માટે ગર્વ અનુભવી રહ્યો છું. ખૂબ બધો પ્રેમ બેટા'. કેપ્શનમાં તેમણે લખ્યું છે 'લવ યુ બેટા, મિસ યુ અ લોટ'.

ગત વર્ષના નવેમ્બરમાં ટીના દત્તા અને શાલિન ભનોતના ઝઘડા બાદ સુમ્બુલ જ્યારે ભાંગી પડી હતી ત્યારે તૌકીર ખાને શોમાં એન્ટ્રી લીધી હતી. આ દરમિયન તેમણે ન માત્ર દીકરીને હિંમત આપી હતી પરંતુ બંને કન્ટેસ્ટન્ટ્સને તેમની ઓકાત દેખાડી દેવા માટે કહ્યું હતું. આ જ વાતથી ટીનાના મમ્મી અને શાલિનના પપ્પા ભડક્યા હતા. ત્યારબાદ તેમણે શો પર જ તેમની માફી માગી હતી અને દીકરીને ખરાબ સ્થિતિને જોઈને તેમની હાલત ખરાબ થઈ હોવાનું કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application